ગુજરાતના 9.61 લાખ સરકારી કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 5 ટકનો વધારો

01 January, 2020 05:00 PM IST  |  Gandhinagar

ગુજરાતના 9.61 લાખ સરકારી કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 5 ટકનો વધારો

નિતીન પટેલ

ગુજરાતના લાખો સરકારી કર્મચારીઓને નવા વર્ષે સરકારે ખુશીના સમાચાર આપ્યા છે. કેબિનેટ બેઠકમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવાનો રૂપાણી સરકારે નિર્ણય લીધો છે. એટલે હવે કર્મચારીઓને 12 ટકાની જગ્યા 17 ટકા મોંઘવારી ભથ્થું મળશે. આ વધારો જાન્યુઆરી 2020ના પગાર સાથે ચુકવવામાં આવશે.  ગુજરાતના નાણાપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, આ વધારો 1 જુલાઈ 2019થી અમલમાં આવશે અને જુલાઈ 2019થી ડિસેમ્બર 2019 સુધીનું એરિયર્સ 3 તબક્કામાં ચૂકવાશે.

પાક નુકસાનની સહાયની અરજીની મર્યાદા વધારી
પાક નુકસાનીની સહાય માટે ઓનલાઈન અરજી કરવાની મર્યાદામાં 14 દિવસનો વધારો કર્યો છે. આમ ખેડૂતો 14 જાન્યુઆરી સુધી અરજી કરી શકશે.

રાજ્યના 9.61 લાખ સરકારી કર્મચારીઓને થશે લાભ
રાજ્ય સરકારના પંચાયતના કર્મચારીઓ તેમજ પેન્શનર્સ મળી કુલ 9 લાખ 61 હજાર 638 કર્મચારીઓને લાભ મળશે. જેમાં રાજ્ય સરકારના 2 લાખ 6 હજાર 447, પંચાયત વિભાગના 2 લાખ 25 હજાર 83 અને 79 હજાર 599 અન્ય કર્મચારી તેમજ 4 લાખ 50 હજાર 509 પેન્શનર્સનો સમાવેશ થાય છે. મોંઘવારી ભથ્થામાં કરેલા વધારાને પગલે રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક લગભગ રૂ. 1,821 કરોડનો બોજ પડશે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

8 લાખ 28 હજાર ખેડૂતોને રૂ. 617.92 કરોડની સહાય ચૂકવી
રાજ્ય સરકારે જાહેર કરેલા પાક નુકસાનીના રૂ.3795 કરોડના રાહત પેકેજ પૈકી અત્યાર સુધીમાં 8 લાખ 28 હજાર ખેડૂતોને રૂ. 617.92 કરોડની રકમ સીધી તેમના ખાતામાં જમા કરાવી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં 30 લાખ 28 હજાર ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી છે. જેમાંના બાકી રહેતા ખેડૂતોની અરજીની ચકાસણી ચાલી રહી છે અને તેમને સત્વરે સહાય ચૂકવી દેવામાં આવશે.

gujarat Nitin Patel