ગુજરાત સરકાર તૈયાર કરી રહી છે નવી સૉલ્ટ પોલિસી

09 October, 2019 10:48 AM IST  |  ગાંધીનગર

ગુજરાત સરકાર તૈયાર કરી રહી છે નવી સૉલ્ટ પોલિસી

મીઠાનું ઉત્પાદન

નવી સૉલ્ટ પોલિસી તૈયાર કરવા માટે લીઝ ધરાવતા લોકો સાથે સરકારે વાતચીત શરૂ કરી દીધી છે. સરકારના આ પગલાથી લીઝ ધારકોમાં આશા જાગી છે કે તેમને તેમની સમસ્યાનું સમાધાન મળશે. છેલ્લા એક દાયકાથી તેઓ લીઝ રીન્યુઅલ સહિતની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

આ દરમિયાન સરકારના મંત્રીઓ અને અધિકારીઓએ ઈન્ડિયન સૉલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના સભ્યો સાથે પણ મુલાકાત કરી. ISMAના કહેવા પ્રમાણે સરકાર નવી સૉલ્ટ પોલિસીને લઈને ગંભીર છે. દેશના કુલ ઉત્પાદનમાંથી 75 ટકા ગુજરાતનું છે. જેથી સરકાર તેમની સમસ્યાઓનું સમાધાન કરવાનું પ્રયાસ કરી રહી છે.

ISMAના જણાવ્યા પ્રમાણે, સરકારે એક દાયકા પહેલા સૉલ્ટ પોલિસી બદલી હતી. જો કે તેના કારણે લીઝ રીન્યૂઅલની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અમારી મહેસૂલ મંત્રી કૌશિક પટેલ અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથેની બેઠક સકારાત્મક રહી છે અને નવી સૉલ્ટ પોલિસી જલ્દી જ સામે આવશે.

ISMAના પ્રમાણે ગુજરાતમાં કુલ 12, 800 લીઝ ધારકો છે. જેમાંથી 11, 000 નાના લીઝધારકો છે. જેમની પાસે 10 એકર જેટલી મીઠું પકવવાની જમીન છે. જેમાંથી 80 ટકા લોકોની લીઝ રીન્યૂ નથી થઈ. ચોક્કસ ગાઈડલાઈન અને માહિતીના અભાવે આ સમસ્યા સામે આવી રહી છે.

આ પણ જુઓઃ શું તમને ખબર છે લાખોની 'ડ્રીમ ગર્લ' નુસરત ભરૂચા ગુજરાતી છે!

ISMAએ લીઝના રીન્યૂલ માટે વિન્ડો સિસ્ટમની પણ માંગણી કરી છે. સાથે લીઝ હોલ્ડર પાસેથી લેવામાં આવતો નોન એગ્રીકલ્ચરલ ટેક્સ પણ હટાવવાની માંગ કરી છે. જો કે સરકાર નવી સૉલ્ટ પોલિસી ક્યારે લાવશે તેની કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી.

gujarat Vijay Rupani