ગુજરાતમાં આજથી સરકારી ડૉક્ટર જઈ શકે છે અનિશ્ચિત હડતાળ પર

20 January, 2022 03:55 PM IST  |  Gujarat | Gujarati Mid-day Online Correspondent

16 મે 2021માં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ડૉક્ટરની સમસ્યાને ઉકેલવા માટે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો, જેમાં ડૉક્ટરોની માગ પૂરી કરવાની વાત કહેવામાં આવી હતી

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં સરકારી ડૉક્ટર્સ આજથી અનિશ્ચિતકાલીન હડતાળ પર જઈ શકે છે. ડૉક્ટરોની અનેક માગ છેલ્લા કેટલાક સમયથી પેન્ડિંગ છે જેને કારણે લગભગ 10  હજાર ડૉક્ટર આજથી હડતાળ પર જઈ શકે છે. સરકારી હૉસ્પિટમાં કામ કરનારા ડૉક્ટર, સરકારી મેડિકલ કૉલેજમાં કામ કરનારા ડૉક્ટર, ડેન્ટલ ડૉક્ટર આ હડતાળમાં ભાગ લઈ શકે છે. 16 મે 2021માં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ડૉક્ટરની સમસ્યાને ઉકેલવા માટે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો, જેમાં ડૉક્ટરોની માગ પૂરી કરવાની વાત કહેવામાં આવી હતી, આમાં કેટલીક માગ એવી હતી જેને ડૉક્ટર 2012થી પૂરી કરવાની અપીલ કરી રહ્યા છે.

તો ગુજરાત સરકારમાં મંત્રી જીતૂ વાઘાણીએ બધા ડૉક્ટરને અપીલ કરી છે કે તે હડતાળ પર ન જાય. તેમણે કહ્યું કે ડૉક્ટરની માગને લઈને પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે ચર્ચા કરવામાં આવી છે. ડૉક્ટરની માગને લઈને ત્રણ મંત્રીઓની એક કમિટીનું પણ મુખ્મંત્રીએ ગઠન કર્યું છે. આ કમિટીએ પોતાનો રિપૉર્ટ રાજ્ય સરકારને સોંપી દીધો છે. કમિટી દ્વારા ડૉક્ટરોની બધી યોગ્ય માગને સ્વીકારવાની વાત કહેવામાં આવી છે, જેને સરકારે માની લીધી છે.

ટૂંક સમયમાં જ સ્વાસ્થ્ય મંત્રી આને લઈને જાહેરાત કરશે. એવામાં ડૉક્ટર્સને અપીલ છે કે તે હડતાળ પર ન જાય. સાથે જ વાઘાણીએ લોકોને અપીલ કરી છે કે કોરોનાના વધતા કેસ વચ્ચે લોકો કોરોના પ્રૉટોકૉલનું પાલન કરે, સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરે, માસ્કનો ઉપયોગ કરે. એટલું જ નહીં તેમણે કહ્યું કે આ વખતે ગણતંત્ર દિવસનો કાર્યક્રમ સાદાઈથી ઉજવવામાં આવશે અને કોઈપણ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ન કરવામાં આવે.

gujarat gujarat news