ગુજરાતના ક્લાસ વન ઓફિસરને IAS બનવાની સુવર્ણ તક

10 July, 2019 04:25 PM IST  | 

ગુજરાતના ક્લાસ વન ઓફિસરને IAS બનવાની સુવર્ણ તક

ફાઈલ ફોટો

ગુજરાતના ક્લાસ ઓફિસર માટે સરકાર સુવર્ણ તક લઈને આવી છે. ગુજરાત સરકારમાં આગામી સમયમાં સરકારી કર્મચારી અને અધિકારીઓ નિવૃત થઈ રહ્યા છે જેના કારણે ગુજરાતના મહત્વના પદો ખાલી થશે. આ ખાલી જગ્યાઓને લઈને ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેના અનુસાર ગુજરાત સરકારમાં છેલ્લા 8 વર્ષથી ક્લાસ વન અધિકારી તરીકે ફરજ બજાવી રહેલા અધિકારીઓ કે જેમની ઉમર 56 વર્ષ કરતા ઓછી હશે તેમને IAS અધિકારીઓના કેડરમાં સમાવિષ્ટ કરવામાં આવશે.

IAS અધિકારીઓના કેડરમાં સમાવેશ કરવા માટે આ અધિકારીઓની ઉંમર 1 જાન્યુઆરી 2018ના રોજ 56 વર્ષથી ઓછી હોવી જરૂરી છે. જેમાં નિયત ફોર્મ ભરાવીને ગ્રેડ આપવામાં આવશે, આ આધારે GAS અને જીપીએસ જેવી પોસ્ટ સિવાયના વિભાગના અધિકારીઓને IAS અધિકારી તરીકે નિમણૂંક આપવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી

નિમણુંક કરવામાં આવતા માર્કિંગના આધારે નક્કી કરાશે. અધિકારીઓને ગ્રેડ સિસ્ટમમાં આઉટ સ્ટેન્ડીંગ પર્ફોર્મન્સ માટે 10 માર્ક, વેરીગૂડ વર્કના 8 માર્ક, ગૂડવર્કના 6 માર્ક અને એવરેજ માટે શૂન્ય માર્ક આપવામાં આવશે.આ સમગ્ર પ્રક્રિયાના અંતે નક્કી કરાયેલા ક્લાસ વન અધિકારીઓને સરાકારી નિયમ પ્રમાણે નિમણૂંક પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

હાલ વિવિધ ખાતાઓના ક્લાસ વન અધિકારીઓ ફોર્મ ભરી રહ્યા છે. આ અધિકારીઓને IAS કેડરમાં નિમણૂંક મળે તો સરકારમાં આગામી સમયમાં ખાલી પડતી જગ્યામાં ગુજરાતના જ અધિકારીઓને નિમણૂંક મળી શકે છે. જેને કારણે ગુજરાત સરકારને સીધી કે આડકતરી રૂપે રાહત મળી શકે તેવુ માની શકાય છે.

gujarat gujarati mid-day