'ફની' ગ્રસ્ત ઓરિસ્સાને ગુજરાત કરશે આટલા કરોડની સહાય

05 May, 2019 02:13 PM IST  |  ગાંધીનગર

'ફની' ગ્રસ્ત ઓરિસ્સાને ગુજરાત કરશે આટલા કરોડની સહાય

ફનીએ તોફાન મચાવ્યા બાદ ઓરિસ્સામાં સ્થિતિ ખરાબ છે. ફાનીના કહેર બાદ રાજ્યમાં તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ફની વાવાઝોડાની આગાહીને કારણે તંત્રએ 11 લાખ લોકોનું સ્થળાંતર કરીને જાનહાનિથી તો બચાવી લીધા પરંતુ માલહાની ખૂબ જ થઈ છે. વાવાઝોડાએ રાજ્યમાં 16 લોકોનો ભોગ લીધો છે. તો ઓરિસ્સામાં લગભગ 1 કરોડ લોકોનું જીવન ફનીને કારણે અસગ્રસ્ત થયું છે. વાવાઝોડા બાદ હવે ઓરિસ્સાને આર્થિક મદદની જાહેરાત થઈ રહી છે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ઓરિસ્સાને 5 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત તરફથી ઓરિસ્સાને 5 કરોડની સહાય આપવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર પણ ઓરિસ્સાને 1 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરી ચૂકી છે. સોમવારે વડાપ્રદાન મોદી ઓરિસ્સાની મુલાકાત લઈને નુક્સાન અને વાવાઝોડા બાદની સ્થિતિની સમીક્ષા કરશે.

આ પણ વાંચોઃ ગરમીનુ કમબેક:72 કલાક પછી ફરી હિટ વેવ, ફરી વધશે તાપમાન

ઉલ્લેખનીય છે કે ફની વાવાઝોડાને કારણે ઓરિસ્સામાં 200 કિલોમીટર કરતા વધુ ઝડપે પવન ફૂંકાયો હતો. જેને કારણે માલહાનિ ખૂબ જ થઈ છે. જો કે વાવાઝોડું સમાપ્ત થયા બાદ હવે પુનર્વસનનું કામ પણ શરૂ કરી દેવાયું છે. આ વાવાઝોડાથી કારણે આશરે 1 કરોડો લોકો પ્રભાવિત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે વાવાઝોડાના કારણે ઓડિશાના મયુર ભંજમાં 4, પુરી અને ભુવનેશ્વરમાં 3 અને ક્યોંઝર, નયાગઢ અને કેન્દ્ર પાડામાં એક એક વ્યક્તિનું મૃત્યુ થયુ છે.

gujarat Vijay Rupani news gandhinagar odisha