રાજ્યની 16 ચેકપોસ્ટ બંધ થતાં વાહનચાલકો અટવાયા

21 November, 2019 10:26 AM IST  |  Surat

રાજ્યની 16 ચેકપોસ્ટ બંધ થતાં વાહનચાલકો અટવાયા

પ્રતીકાત્મક તસવીર

રાજ્ય સરકારના નિર્ણય બાદ મધરાતે ૧૨ વાગ્યાથી રાજ્યનાં ૧૬ જેટલાં ચેકપોસ્ટ બંધ થયાં, જેને પગલે વાહનચાલકોમાં ખુશીનો માહોલ છે, પરંતુ ક્યાંક વાહનચાલકો પરેશાન પણ છે. આંતરરાજ્યથી આવતા વાહનચાલકો ચેકપોસ્ટ પર અટવાયા હતા.
રાજ્યનું મહત્ત્વનું ગણાતું ગુજરાત મહારાષ્ટ્રને જોડતું કપરાડા અને ભિલાડ ચેકપોસ્ટ બંધ થયું છે. વર્ષ દરમિયાન ૭૦૦થી ૮૦૦ કરોડની આવક ધરાવતું ભિલાડ અને વર્ષ દરમિયાન બે કરોડથી વધુ આવક ધરાવતું કપરાડા ચેકપોસ્ટ બંધ થયું છે, જેથી સરકારના આ નિર્ણયને વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટરોએ આવકાર્યો છે. આંતરરાજ્યથી આવતા વાહનચાલકો ભિલાડ ચેકપોસ્ટ પર અટવાયા હતા. દસ્તાવેજો તેમ જ ટૅક્સ ભરવો અને ટીપીની કામગીરી નહીં થતાં ચારથી પાંચ કલાક સુધી વાહનચાલકો પરેશાન થયા હતા.

આ પણ વાંચો : નિત્યાનંદ આશ્રમ વિવાદ: હાઈ કોર્ટમાં હેબિયસ કૉર્પસની સુનાવણી

કેટલાક વાહનચાલકોને ઑનલાઇન પેમેન્ટ ઇશ્યુ નડ્યો હતો તો વાહનચાલકોએ માગ પણ કરી હતી કે ચેકપોસ્ટ પર વાહનચાલકોને અગવડ ન પડે અને તાત્કાલ‌િક સમયસર તેમની કામગીરી થાય એવી સુવિધાઓ ઉપલબ્ધ થાય એ જરૂરી બન્યું હતું. એથી વાહનચાલકોનો સમય નહીં બગડે અને સમયસર માલસામાનની ડિલિવરી કરી શકે.

gujarat surat