'ઢબુડી માતા' પોલીસ સ્ટેશનમાં થયા હાજર, પોલીસે પૂછપરછ કરી જવા દીધા

12 September, 2019 09:34 AM IST  |  ગાંધીનગર

'ઢબુડી માતા' પોલીસ સ્ટેશનમાં થયા હાજર, પોલીસે પૂછપરછ કરી જવા દીધા

ઢબુડી માતા(ફાઈલ ફોટો)

ઢબુડી માતા એટલે કે ધનજી ઓડ આખરે પોલીસ સામે હાજર થયા. અડધી રાત્રે ધનજી ઓડ પેથાપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા. જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવી. ધનજી ઓડે પોલીસને સવાલોને જવાબ આપતા તેમને બાદમાં જવા દેવામાં આવ્યા છે.

ધનજી ઓડને બે વાર પોલીસ સમક્ષ હાજર થવા માટે નોટિસ આપવામાં આવી હતી. બીજી વારની નોટિસ બાદ તે પોલીસ સામે હાજર થયો હતો. ધનજી ઓડે આગોતરા જામીનની પણ અરજી કરી હતી. પરંતુ તે રદ્દ થયા હતા. જે બાદ પોલીસે તેની શોધખોળના પ્રયાસો વધાર્યા હતા. આવા સમયે તે પોલીસમાં હાજર થયા છે. ધનજી ઓડને પકડવા માટે પેથાપુર પોલીસની સાથે લોકલ ક્રાઈમ બ્રાંચ પણ કામે લાગી હતી.

શું છે કેસ?
ઢબુડી માતાના નામે જાણીતા ધનજી ઓડ સામે પેથાપુરના એક પીડિતે અરજી દાખલ કરાવી હતી. જે બાદ ધનજી ઓડ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. પીડિતે અરજીમાં જણાવ્યું હતું કે તેમણે ધનજી ઓડના કહેવાથી તેના કેન્સરગ્રસ્ત પુત્રની દવા બંધ કરા દીધી હતી. અને તેનું મોત થયું હતું. પીડિતે ધનજી ઓડ સામે જાથા સાથે મળીને અવાજ ઉઠાવ્યો છે. અરજી બાદ ધરપકડથી બચવા ધનજી ઓડે આગોતરા જામીનની અરજી પણ કરી હતી. જો કે તે ફગાવી દેવામાં આવી હતી.

આ પણ જુઓઃ જીનિતા રાવલે 'સર્જનથી વિસર્જન'ની થીમ પર કરાવ્યું ફોટોશૂટ, જુઓ ફોટોઝ

મોટું કૌભાંડ કર્યાનો જાથાનો આરોપ
થોડા દિવસો પહેલા ધનજી ઓડે એક વીડિયો તૈયાર કરીને પોતે નિર્દોષ હોવાની અરજી કરી હતી. તેણે પોતાના ભક્તોને કહ્યું હતું કે નિર્દોષ છે. અને સાચા સમયની રાહ જુઓ. તો જનવિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ ઘટસ્ફોટ કર્યો છે કે ધનજી ઓડનું કૌભાંડ 300 થી 400 કરોડ રૂપિયાનું છે. એટલું જ નહીં ધનજી ઓડ પોતાના વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરીને મહિને 50 હજારથી વધુ કમાતો હતો.

gujarat gandhinagar