ગુજરાત: તિરંગા યાત્રા દરમિયાન નિતિન પટેલને ગાયે માર્યા શીંગડા, હૉસ્પિટલમાં દાખલ

13 August, 2022 06:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતમાં પણ તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. આવી જ તિરંગા યાત્રામાં સામેલ થયેલા ગુજરાતના પૂર્વ ડિપ્ટી સીએમ નિતિન પટેલ સાથે અકસ્માત થયો છે.

નિતિન પટેલ (ફાઈલ તસવીર)

આઝાદીના 75મા વર્ષે દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં પણ તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. આવી જ તિરંગા યાત્રામાં સામેલ થયેલા ગુજરાતના પૂર્વ ડિપ્ટી સીએમ નિતિન પટેલ સાથે અકસ્માત થયો છે. મેહસાણાના આયોજિત તિરંગા યાત્રા દરમિયાન નિતિન પટેલ પર ગાયે હૂમલો કર્યો. ગાયના હૂમલામાં નિતિન પટેલના પગમાં ઇજા થઈ છે.

પૂર્વ ડિપ્ટી સીએમ નિતિન પટેલ તિરંગા યાત્રામાં સામેલ થવા માટે મેહસાણા ગયા હતા. તિરંગા યાત્રા દરમિયાન નિતિન પટેલ પર ગાયે હૂમલો કરી દીધો. ગાય એકાએક ભીડમાં ઘુસી. ગાય અથડાતા નિતિન પટેલ પડી ગયા અને ગાય તેમના પગ પર ચડી ગઈ. ગાયના હૂમલામાં પટેલના પગમાં ઇજા થઈ છે. પ્રાથમિક સારવાર બાદ નિતિન પટેલને અમદાવાદ લઈ જવામાં આવ્યા છે.

ગુજરાતમાં આઝાદીના 75મા વર્ષની ઉજવણીમાં ભાજપ દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. ગુજરાતના રાજકોટમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી છે. સેંકડોની સંખ્યામાં લોકો બે કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં સામેલ થયા છે. સ્વતંત્રતા દિવસને લઈને સૂરતની તાપી નદી પર બનેલા ડેમથી તિરંગાના કલરમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

જણાવવાનું કે, આખા દેસમાં ભાજપ દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. દરેક રાજ્ય, જિલ્લા, વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીના `હર ઘર તિરંગા` અભિયાનને લઈને ભાજપ આ અભિયાનને મોટું બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. આ સિવાય પીએમ મોદીએ દેશવાસીઓને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટની ડીપી પર તિરંગો લગાડવા માટે પણ કહેવામાં આવ્યું હતું. લોકોએ પોતાની ડીપી (Display Picture) પર તિરંગો લગાડ્યો છે.

gujarat gujarat news Nitin Patel