વિદેશી મીડિયા ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત પર શું કહે છે? જાણો

09 December, 2022 08:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દેશના મીડિયાની સાથે વિદેશી મીડિયાએ પણ આ જીતને મહત્ત્વનું સ્થાન આપ્યું છે.

ગુજરાતમાં ભાજપનો ભવ્ય વિજય

ગુજરાત ચૂંટણી (Gujarat Election 2022)માં ભારતીય જનતા પાર્ટી (BJP)ને પ્રચંડ બહુમતી મળી છે. ભાજપે ગુજરાતમાં સતત સાતમી જીતનો રેકોર્ડ બનાવ્યો છે. ઈતિહાસ રચતા ભાજપે 182માંથી 156 બેઠકો જીતી છે. દેશના મીડિયાની સાથે વિદેશી મીડિયાએ પણ આ જીતને મહત્ત્વનું સ્થાન આપ્યું છે.

પાકિસ્તાની મીડિયાએ સાધ્યુ નિશાન

પાકિસ્તાની મીડિયા `ધ ડોન`એ ગુરુવારે વિધાનસભાના પરિણામો વિશે લખ્યું છે કે ભારતમાં યોજાયેલી મહત્વપૂર્ણ ચૂંટણીઓમાં વિરોધ પક્ષે જીત મેળવી છે.

`ધ ડોન`એ લખ્યું છે કે ભારતના બે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો અને રાજકીય રીતે મહત્વની દિલ્હી એમસીડી ચૂંટણી સહિત કેટલીક બેઠકોની પેટાચૂંટણીઓનું પરિણામ એ સંકેત આપે છે કે ભાજપની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. તો બીજી બાજુ વિપક્ષને ધ્યાનમાં રાખી લખ્યું છે કે લાંબા સમય બાદ વિપક્ષ સંયુક્ત થઈ રહ્યું છે. 

આ પણ વાંચો:Gujarat Election 2022: જીતના કારણોમાં છે જૂનાની બાદબાકી, માઇક્રોમેનેજમેન્ટ, મોટા માથા વગેરે

ધ ડોને વધુમાં લખ્યું કે ભાજપે ગુજરાતમાં એકતરફી જીત હાંસિલ કરી છે. પરંતુ હિમાચલ પ્રદેશમાં સત્તામાંથી બહાર થઈ ગઈ છે. ડોને નિશાન સાધતાં લખ્યું કે ગુજરાતમાં ભાજપ માટે મોદી મેજિક ચાલ્યું તો હિમાચલમાં કેમ નિષ્ફળ રહ્યાં? 

અરબ ન્યૂઝે પણ ગુજરાત ચૂંટણીના પરિણામને સ્થાન આપ્યું છે. અરબ ન્યૂઝે લખ્યું છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યમાં ભાજપની આ પ્રચંડ જીત 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં બૂસ્ટર તરીકે કામ કરશે. વેબસાઈટે લખ્યું છે કે દેશના પશ્ચિમમાં આવેલા રાજ્ય ગુજરાતમાં 1995થી ભાજપ સત્તામાં છે. વેબસાઈટે લખ્યું છે કે દેશમાં વધતી મોંઘવારી, બેરોજગારી અને ધાર્મિક ધ્રુવીકરણ છતાં આર્થિક વૃદ્ધિ અને હિન્દુ સમુદાયમાં મજબૂત પકડને કારણે પીએમ મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે. અરબ ન્યૂઝે લખ્યું છે કે 2024ની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ સમગ્ર રાજ્યમાં જોરશોરથી પ્રચાર કર્યો.

આ પણ વાંચો:પત્ની રિવાબાની જીત પર ગદગદ થયા Ravindra Jadeja, જુઓ આ પોસ્ટ

અલ જઝીરાએ એમ પણ લખ્યું છે કે પીએમ મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં હિન્દુત્વ ભારતીય જનતા પાર્ટીએ જોરદાર જીત નોંધાવી છે.પરંતુ હિમાચલ પ્રદેશમાં પાર્ટીએ કોંગ્રેસ સામે સત્તા ગુમાવવી પડી હતી. વેબસાઈટે તેને 2024ની ચૂંટણી પહેલા બીજેપીનું મજબૂત પ્રદર્શન ગણાવ્યું છે.

વોશિંગ્ટન પોસ્ટે લખ્યું- ગુજરાતમાં જીતનો સિલસિલો જાળવી રાખવામાં સફળ

અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટે ગુરુવારે ચૂંટણી પરિણામો પર `નરેન્દ્ર મોદીની પાર્ટી એક રાજ્યમાં જીતી, એકમાં હારી` શીર્ષક સાથે અહેવાલ આપ્યો છે. અખબારે લખ્યું છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હિંદુત્વ પાર્ટી ગૃહ રાજ્ય ગુજરાતમાં જીતનો સિલસિલો જાળવી રાખવા માટે સતત રહી છે.અખબારે લખ્યું છે કે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે.

ગાર્ડિયનને એક વિશાળ વિજય જણાવ્યો

બ્રિટિશ અખબાર `ધ ગાર્ડિયન`એ ગુજરાત ચૂંટણીના પરિણામ પર હેડલાઈન આપી છે - મોદીની બીજેપીએ ગુજરાતમાં જંગી જીત નોંધાવી છે.અખબારે આ જીતને વડાપ્રધાનના ગૃહ રાજ્યમાં સૌથી મોટી જીત ગણાવી છે.

આ પણ વાંચો:Gujarat Election: ગુજરાતના ઈતિહાસમાં આવી રીતે ક્યારેય નથી તૂટી કોંગ્રેસ, વાંચો અહેવાલ

`ધ ગાર્ડિયન`એ લખ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જીત સાથે ભારતીય જનતા પાર્ટીને બૂસ્ટર ડોઝ આપ્યો છે.અખબારે લખ્યું છે કે ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત 2024ની સામાન્ય ચૂંટણી પહેલા પીએમ મોદીની વધતી લોકપ્રિયતા દર્શાવે છે.

જાપાની મીડિયાએ પણ સ્થાન આપ્યું

જાપાનના નિક્કી એશિયા અખબારે લખ્યું છે કે 1995થી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અજેય છે.અખબારે આ જીતનો શ્રેય પીએમ મોદીની લોકપ્રિયતાને આપ્યો છે.અખબારે લખ્યું છે કે નરેન્દ્ર મોદી ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય છે, જ્યાં 2014માં વડાપ્રધાન બન્યા પહેલા નરેન્દ્ર મોદી 13 વર્ષ સુધી મુખ્યમંત્રી હતા.

આ પણ વાંચો:Gujarat Election Result: `કેસરિયા તેરા ઈશ્ક હૈ દિખા...` ક્યાંક ઠુમકા તો ક્યાંક ફટાકડાથી ઉજવણી

બ્લૂમબર્ગ વિશ્લેષણ

ગુજરાત ચૂંટણીના પરિણામ પર હેડિંગ આપતાં બ્લૂમબર્ગે લખ્યું છે - મોદીની ભાજપે ગુજરાતમાં જોરદાર જીત સાથે સત્તા જાળવી રાખી છે. વેબસાઈટે લખ્યું છે કે વધતી મોંઘવારી છતાં ભારતીય જનતા પાર્ટીએ પીએમ મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં જંગી જીત નોંધાવી છે.બ્લૂમબર્ગે લખ્યું છે કે આ જીત નરેન્દ્ર મોદીને ત્રીજી વખત કેન્દ્રમાં સત્તામાં આવવામાં ઘણી મદદ કરશે.

gujarat election 2022 gujarat politics gujarat elections bharatiya janata party washington japan