ગુજરાતમાં મતગણતરી માટે તૈયારીઓ શરૂ થઈ

07 December, 2022 10:14 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ઈવીએમ સ્ટ્રૉન્ગરૂમમાં બંધ થયાં, ગુજરાતમાં ૩૭ સ્થળોએ થશે ૧૮૨ બેઠક માટેની મતગણતરી, અમદાવાદમાં ત્રણ સ્થળે મતગણતરી થશે

અમદાવાદમાં સ્ટ્રૉન્ગરૂમમાં ઈવીએમ સુર​ક્ષિત રીતે મૂકીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. (તસવીર : જનક પટેલ)

ગુજરાતમાં વિધાનસભાની બન્ને તબક્કાનું મતદાન પૂરું થતાં હવે ચૂંટણીતંત્રએ મતગણતરીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં ૩૭ સ્થળોએ ગુજરાતની ૧૮૨ બેઠકો માટે મતગણતરી ૮ ડિસેમ્બરે યોજાશે.

અમદાવાદમાં ગવર્નમેન્ટ પૉલિટે​​ક્નિક કૉલેજ, ગુજરાત કૉલેજ અને એલ.ડી. એ​​ન્જિનિયરિંગ કૉલેજ ખાતે મતગણતરી યોજાશે, જ્યારે સુરત અને આણંદ જિલ્લામાં બે સ્થળે, વડોદરામાં પૉલિટે​​ક્નિક કૉલેજ ઉપરાંત કચ્છમાં ભુજ ખાતે, બનાસકાંઠામાં પાલનપુર સહિત દરેક જિલ્લા વાઇઝ મુખ્યમથક પર મતગણતરી યોજાશે.

અમદાવાદમાં ગવર્નમેન્ટ પૉલિટે​​ક્નિક કૉલેજ, ગુજરાત કૉલેજ અને એલ.ડી.એ​​ન્જિનિયરિંગ કૉલેજ ખાતે ઈવીએમ સ્ટ્રૉન્ગરૂમમાં સુર​િક્ષત રીતે મૂકી દેવામાં આવ્યાં છે અને સ્ટ્રૉન્ગરૂમની બહાર તેમ જ કૉલેજની બહાર પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 

gujarat gujarat news gujarat elections gujarat election 2022 bharatiya janata party Gujarat BJP congress Gujarat Congress aam aadmi party shailesh nayak