૧૯ જિલ્લાઓમાં દિવ્યાંગ મતદારોએ દિવ્ય ફરજ નિભાવી

02 December, 2022 11:22 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

કચ્છના માધાપરમાં આવેલી સરસ્વતી પ્રાથમિક સ્કૂલના મતદાન મથક સુધી મોટરસાઇકલ ચલાવીને મતદાન આપવા પહોંચેલાં ૫૭ વર્ષનાં દિવ્યાંગ કાન્તા વાઘજિયાણી

મીનાક્ષી ગામિત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ૧૯ જિલ્લાઓમાં દિવ્યાંગ મતદારોએ પણ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

તાપી જિલ્લાના કપુરા ગામે તાડફળિયામાં રહેતાં દિવ્યાંગ મીનાક્ષી ગામિતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું દર ચૂંટણીમાં અવશ્ય મતદાન કરતી આવી છું. મતદાન કરવું એ આપણી ફરજ છે અને એ ફરજ નિભાવવા મેં મતદાન મથકે આવીને મતદાન કર્યું છે. મારી જેમ દરેક નાગરિકે મતદાન કરવું જોઈએ. આપણને યોગ્ય લાગે તેને આપણો મત આપવો જોઈએ.’

કાન્તા વાઘજિયાણી

કચ્છના માધાપરમાં આવેલી સરસ્વતી પ્રાથમિક સ્કૂલના મતદાન મથક સુધી મોટરસાઇકલ ચલાવીને મતદાન આપવા પહોંચેલાં ૫૭ વર્ષનાં દિવ્યાંગ કાન્તા વાઘજિયાણીએ કહ્યું હતું કે ‘દરેક ચૂંટણીમાં હું અચૂક મતદાન કરવા જાઉં છું. જો રાજ્ય અને દેશને મજબૂત બનાવવો હશે તો દરેક નાગરિકે ચૂંટણી પર્વમાં ભાગીદાર બનવું પડશે. જો હું દિવ્યાંગ હોવા છતાં મતદાન કરવા ઉત્સાહભેર આવી શકતી હોઉં તો સશક્ત નાગરિકોએ પણ પ્રથમ ફરજ સમજીને મતદાન અવશ્ય કરવું જોઈએ.’ 

gujarat gujarat news gujarat elections gujarat election 2022