જંગલમાં સિંહ બાદ હવે 50 મોરના મોત, રાષ્ટ્રીય પક્ષીના મોતથી ચકચાર

07 July, 2019 09:13 PM IST  | 

જંગલમાં સિંહ બાદ હવે 50 મોરના મોત, રાષ્ટ્રીય પક્ષીના મોતથી ચકચાર

કેટલાક મહિનાઓ પહેલા ગીરના અભયારણ્યમાં એક બાદ એક 20થી વધુ સિંહના મોતના સમાચાર આવ્યા હતા. સિંહના મોતને મામલે વન વિભાગ અને રાજ્ય સરકાર પર સવાલો ઉઠ્યા હતા. આ મુદ્દો હાઈકોર્ટમાં પણ પહોંચ્યો હતો. આખરે રાજ્ય સરકારે સિંહના સંરક્ષણ માટે બજેટમાં ખાસ ફાળવણી પણ કરી. જો કે હવે ફરી એકવાર આવા જ ચોંકાવનારા સમાચાર આવ્યા છે. આ વખતે સિંહની જગ્યાએ રાષ્ટ્રીય પક્ષી મોર ભોગ બની રહ્યા છે.

20 દિવસમાં 50 મોરના મોત

મળતી માહિતી પ્રમાણે દાહોદના સંજેલીના જંગલમાં છેલ્લા 20 દિવસમાં 50થી વધુ મોરના મોત થયા છે. 20 દિવસમાં 50 મોરના મોતને કારણે વન વિભાગ હરકતમાં આવ્યું છે. રાષ્ટ્રીય પક્ષી મોરના મોતના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે માત્ર 20 દિવસમાં 50થી વધુ મોરે જીવ ગુમાવ્યા છે. ત્યારે વન વિભાગ આ મોત પાછળ કોઈ બીમારી હોવાના મુદ્દે તપાસ કરી રહ્યો છે.

વન વિભાગે શરૂ કરી તપાસ

રાષ્ટ્રીય પક્ષી મોરના મોત કયા કારણસર થઈ રહ્યા છે તે ચકાસવા માટે વન વિભાગે કામગીરી હાથ ધરી છે. વધુ ચોંકાવનારો મુદ્દો એ પણ છે કે મોરના મૃતદેહ ફાડી ખાધેલી હાલતમાં મળી આવ્યા છે. મૃત્યુ પામેલા મોરના મૃતદેહ જંગલમાં જ પડ્યા રહ્યા હતા, જેને જંગલી કૂતરાઓએ ફાડી ખાધા છે, જેને કારણે પણ તપાસ અઘરી બની છે. ત્યારે હવે ફરી એકવાર વન વિભાગની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. સવાલ એ છે કે મોરને જો કોઈ બીમારી લાગુ પડી તો વન વિભાગના અધિકારીઓને જાણ કેમ ન થઈ. આટલી મોટી સંખ્યામાં મોરના મોત થયા ત્યાં સુધી વન વિભાગ શું કરતું હતું. જો કે આ સવાલોના જવાબ શોધવા હાલ ખુદ વન વિભાગ કામે લાગ્યું છે.

આ પણ વાંચો:  અમદાવાદમાં બ્રાન્ચ મૅનેજરે છુટ્ટો ગ્લાસ માર્યો અને લૂંટનો પ્રયાસ નિષ્ફળ બન્યો

રવિવારે મળ્યા 10 મૃતદેહ foresહાથ ધરી છે. સંજેલીમાં એક સાથે આટલા મોરના મોત થતા મામલો રાજ્ય કક્ષાએ ચગે તેવી પણ શક્યતા છે. જિલ્લામાં રહેલા વન વિભાગ દ્વારા બીજા મોરના મૃતદેહ ન થાય તે માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.

gujarat gujarati mid-day