GST Fake Bill Scam: ગુજરાતમાં જીએસટી બનાવટી બિલ કૌભાંડનો પર્દાફાશ થયો

08 January, 2021 05:54 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

GST Fake Bill Scam: ગુજરાતમાં જીએસટી બનાવટી બિલ કૌભાંડનો પર્દાફાશ થયો

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્રીય જીએસટીના અધિકારીઓએ ગુજરાતમાં દસ હજાર કરોડ રૂપિયાથી વધુના જીએસટી નકલી બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ભરત સોનીના 2435 કરોડના નકલી બિલ ઝડપાયા છે. આરોપિત સોની બજારના અન્ય વેપારીઓ સાથે મળીને 7250 કરોડ રૂપિયાના બનાવટી બિલો બનાવીને જીએસટી વિભાગે કરોડો રૂપિયા મેળવ્યા છે. ઈનપુટ ટેક્સ ક્રેડિટ દ્વારા ભરત સોની જુદી-જુદી બનાવટી કંપનીઓ બનાવીને ઈનપુટ ટેક્સ ક્રેડિટની 72 કરોડ રૂપિયાની રકમ ઉભી કરી છે. સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સના અધિકારીઓની નજર લાંબા સમયથી અમદાવાદના રાણીપ વિસ્તારની શુકન સ્માઈલ સિટીમાં રહેનારા જ્વેલર ભરત ભગવાન દાસ સોની પર હતી.

સીજીએસટીના એન્ટીઈવિઝન વિભાગના અધિકારીઓને અમદાવાદના સોની માર્કેટમાં મોટા પાયે બોગસ બિલિંગની જાણકારી મળી હતી. જીએસટી વિભાગમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટના સિસ્ટમનો લાભ લીધા પછી સોના, ચાંદી અને હીરાના વેપારીઓએ મોટા પાયે બનાવટી બિલ બનાવીને જીએસટી વિભાગને કરોડો રૂપિયાનો ચૂનો લગાવવાની જાણકારી મળવા પર સીજીએસટીના અધિકારીઓએ ભરત સોનીની કંપનીઓન ઘનશ્યામ જ્વેલર્સ, કનિષ્કા જ્વેલર્સ, દીપ જ્વેલર્સ, એસએ ઑર્નામેન્ટ્સ અને બીટુ જેમ્સની લેણદેણની ઑનલાઈન તપાસ કરી. અધિકારીઓએ આ કંપનીઓના વ્યવસાય અંગે શંકા કર્યા બાદ ખાતાઓની તપાસ કરવામાં આવી હતી. વિભાગને ખબર પડી હતી કે ભારત સોનીએ તેમના સંબંધીઓના નામ પર જુદી-જુદી કંપનીઓ બનાવીને સોના, ચાંદી અને હીરા વહેંચાણના નકલી બિલ બનાવીને ઈનપુટ ટેક્સ ક્રેડિટની 72 કરોડ રૂપિયાના રકમ એકત્રિત કરી ચૂક્યા છે. ભરત સોનીએ આ કંપનીઓ દ્વારા 2435 કરોડ રૂપિયાના નકલી બિલ બનાવીને આ કૌભાંડને અંજામ આપ્યું હતું.

સીજીએસટીના અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે આ કૌભાંડ 10 હજાર કરોડથી પણ આગળ વધી શકે છે. રાજ્ય જીએસટી વિભાગની વાર્ષિક આવક કરતા વધુના કૌભાંડમાં જીએસટી વિભાગના અધિકારીઓ પણ ધન્ય છે. જીએસટી અધિકારીઓએ ભરત સોનીની ધરપકડ અને પૂચપરછ કરી છે, જેમાં એવું બહાર આવ્યું છે કે અમદાવાદ સોની બજારના વેપારીઓએ મળીને અત્યાર સુધી 7250 કરોડ રૂપિયાના નકલી બિલ બનાવીને લગભગ 210 કરોડરૂપિયા ઈનપુટ ટેક્સ ક્રેડિટના રૂપમાં એકત્રિત કર્યા છે. તાજેતરમાં અમદાવાદના સોની બજારના એક વેપારીને ઝડપી લીધો છે. સૂરતમાં પણ આ પ્રકારના કૌભાંડની જીએસટી વિભાગને આશંકા છે. વિભાગને આ કૌભાંડમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, જીએસટી વિભાગ તથા રાજ્યના ઉચ્ચ અધિકારાઓની મિલીભગતની પણ આશંકા છે.

gujarat ahmedabad goods and services tax