અમદાવાદમાં 27 વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા બાદ લોકડાઉન

29 September, 2020 12:35 PM IST  |  Ahmedabad | Agency

અમદાવાદમાં 27 વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા બાદ લોકડાઉન

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદમાં કોરોના વાઇરસના પગપેસારાને ફેલાતો અટકાવવા માટે ઑફિસર ઑન સ્પેશ્યલ ડ્યુટી ડૉ. રાજીવ ગુપ્તા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ અમદાવાદ શહેરના ૨૭ વિસ્તારોમાં રાત્રે ૧૦ વાગ્યા પછી કોઈ પણ દુકાન ખુલ્લી નહીં રહે, જેમાં દવાની દુકાનો અપવાદ છે. અમદાવાદમાં કૅફે અને રેસ્ટોરાંના એ.પી. સેન્ટર ગણાતા આ રંગીલા વિસ્તારોમાં યુવાનોનાં ટોળાં જામતાં હોવાની રાવ ઊઠી હતી અને એના કારણે કોરોનાનો ફેલાવો વધી રહ્યો હતો.

જોકે વધુ સ્થિતિ વણસે એ પહેલાં ગુપ્તાએ લૉકડાઉનનો એક નિયમ પકડીને એને લાગુ કરી દીધો છે. દેશમાં અનલૉક ૫.૦૦ લાગુ થાય એ પહેલાં અમદાવાદમાં રાત્રે આ વિસ્તારોમાં ભીડ એકઠી ન કરવા દેવાની કવાયત શરૂ થઈ ગઈ છે. ગઈ કાલે બહાર પાડેલા એક આદેશમાં ડૉ. ગુપ્તાએ આ વિસ્તારોનાં નામ પણ આપી દીધાં છે.

ગઈ કાલે સાબરમતી રીવરફ્રન્ટ ખાતે આવેલી કચેરીમાં યોજાયેલી બેઠકમાં પાલિકાના કમિશનર મુકેશ કુમાર અને જુદા-જુદા પદાધિકારીઓની હાજરીમાં ડૉ. ગુપ્તાએ આ નિર્ણય કર્યો છે, જેમાં કોવિડની ગાઇડલાઇન ભંગ થતી હોવાના કારણે આ વિસ્તારોમાં દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

gujarat ahmedabad coronavirus covid19 gandhinagar