પુનર્જિવીત થવા ઈચ્છે છે કૉન્ગ્રેસ, પ્રદેશથી પંચાયત સુધી થશે કાયાપલટ

26 June, 2019 04:16 PM IST  | 

પુનર્જિવીત થવા ઈચ્છે છે કૉન્ગ્રેસ, પ્રદેશથી પંચાયત સુધી થશે કાયાપલટ

ગુજરાતમાં કૉન્ગ્રેસ છેલ્લા 25 વર્ષથી સત્તાની બહાર છે. કૉન્ગ્રેસ છેલ્લા 25 વર્ષથી ભાજપ સામે સતત હારનો સામનો કરી રહ્યું છે એટલું જ નહી છેલ્લી 2 લોકસભા ચૂંટણીમાં પણ હારનો સામનો કરી રહેલી કૉન્ગ્રેસ ફરી એકવાર મરણીયો પ્રયાસ કરી રહ્યું છે. સતત હાર મેળવ્યા રછી કૉન્ગ્રેસના પ્રદેશ નેતાઓથી લઈને હાઈ કમાન્ડ સુધીના તમામ નેતાઓ ફરી ખએવાર સંગઠનમાં બદલાવ કરીને કૉન્ગ્રેસને ઉભુ કરવાના પ્રયત્ન કરી રહી છે. લોકસભા ચૂંટણીમાં હાર બાદ કૉન્ગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંઘી ગુજરાતની મુલાકાત હતા અને ફરી એકવાર કૉન્ગ્રેસના પ્રદેશ નેતાઓની જગ્યાએ નવી ટીમ ઉભી કરવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

ગુજરાત કૉન્ગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પરેશ ધાનાણી અને ગુજરાત કૉન્ગ્રેસ સંગઠન પ્રધાન અમિત ચાવડા કૉન્ગ્રેસને મજબૂત કરવામાં નિષ્ફળ રહ્યા હતા જેના કારણે આવનારા ટૂંક સમયમાં ગુજરાતનું કૉન્ગ્રેસ માળખુ બદલાયેલુ જોવા મળશે. રાજ્યના 8 પ્રમુખ શહેરો અને 33 જિલ્લા પ્રમુખો બદલવામાં આવે તેવુ માનવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં કૉન્ગ્રેસ છેલ્લી 6 વિધાનસભા ચૂંટણી હારી છે. રાજ્યમાં 1995, 2002, 2007 અને 2012 અને 2017માં કૉન્ગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો આ સિવાય છેલ્લી 2 લોકસભા ચૂંટણીમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય પણ કૉન્ગ્રેસમાંથી મોટા નેતાઓ ભાજપમાં જોડાવાના કારણે કૉન્ગ્રેસને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો

 

 

 

gujarat gujarati mid-day