મુખ્ય પ્રધાન રૂપાણીના પરિવારને અકસ્માત નડ્યો

03 December, 2019 08:51 AM IST  |  Ahmedabad

મુખ્ય પ્રધાન રૂપાણીના પરિવારને અકસ્માત નડ્યો

વિજય રૂપાણી

સમગ્ર ગુજરાતમાં અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે આજે આવો જ એક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે જેમાં રાજકોટથી અમદાવાદ જઈ રહેલા રૂપાણી પરિવારની કાર બાવળા-બગોદરા હાઇવે પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન સામે અમદાવાદથી પાલિતાણા તરફ જઈ રહેલા મુંબઈના પરિવારની કાર સાથે ધડાકાભેર ટકરાઈ હતી. આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને ૧૦૮ દ્વારા સારવાર માટે બગોદરા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા છે. આ અક્સમાત બાદ રૂપાણી પરિવાર તાત્કાલિક સારવાર મેળવી અન્ય પ્રાઇવેટ વાહનોમાં અમદાવાદ જવા રવાના થયો હતો.

gujarat ahmedabad Vijay Rupani