હદ છે અંધશ્રદ્ધા: યુવાને ઝેર પીતા હોસ્પિટલને બદલે લઈ ગયા મંદિર

16 May, 2019 09:10 AM IST  |  ચોટીલા | (મિડ-ડે પ્રતિનિધિ)

હદ છે અંધશ્રદ્ધા: યુવાને ઝેર પીતા હોસ્પિટલને બદલે લઈ ગયા મંદિર

પ્રતીકાત્મક તસવીર

ચોટીલાના ગુંદા ગામે રહેતા ૨૮ વર્ષીય જીવરાજ રાઠોડને બીજી એક યુવતી સાથે પ્રેમ હતો જેને લીધે તે વાઇફથી ડ‌િવૉર્સ લેવા માગતો હતો, પણ વાઇફ ડ‌િવૉર્સ આપવા રાજી નહોતી. પરિણામે બન્નેનો દરરોજ ઝઘડો થતો. આ ઝઘડાથી કંટાળીને જીવરાજે ઝેરી દવા પી લીધી. જોકે થોડી જ વારમાં બધાને ખબર પડી જતાં જીવરાજને તાત્કાલિક સારવાર મળી શકે એમ હતું પણ એવું કરવાને બદલે અંધશ્રદ્ધા વચ્ચે પરિવારના સભ્યો તેને સીધા ચામુંડા માતાજીના મંદ‌િરે લઈ ગયા જ્યાં ભૂવાએ કહ્યું કે એક કલાક સુધી તેને ધૂપ આપવાથી તેનો જીવ બચી જશે.

આ પણ વાંચો : ગુજરાત: રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ગરમીથી રાહત મળશે

કેસના ઇન્ક્વાયરી ઑફ‌િસર કે. ડી. ચૌહાણે કહ્યું હતું કે ‘ધૂપ આપ્યા પછી તે લોકોને એવું લાગ્યું કે જીવરાજમાં જીવ આવી ગયો છે એટલે તે લોકો જીવરાજને લઈને ઘરે પહોંચ્યા પણ રસ્તામાં જીવરાજની તબિયત વધુ કથળતાં કેટલાક ડાહ્યા માણસોની સલાહ માનીને નાછૂટકે પરિવારના સભ્યો તેને લઈને રાજકોટ હૉસ્પિટલમાં આવ્યા, પણ રસ્તામાં જીવરાજનો જીવ નીકળી ગયો હતો. જો સમયસર સારવાર આપવામાં આવી હોત તો જીવરાજનો જીવ બચી ગયો હોત.’ ચોટીલા પોલીસે જીવરાજની વાઇફ અને ફૅમિલીના અન્ય ચાર સભ્યો સામે ફરિયાદ દાખલ કરીને તેમની અરેસ્ટ કરી છે.

gujarat