ગુજરાતઃ પેટાચૂંટણીમાં ટિકિટ ફાળવણીને લઈને કોંગ્રેસના કદાવર નેતા નારાજ

05 October, 2019 05:35 PM IST  |  અમદાવાદ

ગુજરાતઃ પેટાચૂંટણીમાં ટિકિટ ફાળવણીને લઈને કોંગ્રેસના કદાવર નેતા નારાજ

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ

હરિયાણાથી લઈને મહારાષ્ટ્ર સુધી કોંગ્રેસ હાઈ કમાન્ડના નિર્ણયથી સ્થાનિક નેતાઓની નારાજગી જગજાહેર છે અને તેની ચિનગારી ગુજરાત સુધી પણ પહોંચી ગઈ છે. પ્રદેશ કોંગ્રેસના કદાવર નેતા જયરાજ સિંહે ટિકિટ ફાળવણીને લઈને ખુલ્લેઆમ હુમલો કર્યો છે.

ઉત્તર ગુજરાતના ક્ષત્રિય નેતા જયરાજ સિંહ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા છે તથા જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચુક્યા છે. કોંગ્રેસમાં શંકરસિંહ વાઘેલાના કાર્યકાળમાં તેઓ કદાવર નેતા હતા. પરંતુ જ્યારે 2017માં વાઘેલાએ કોંગ્રેસથી અલગ થઈને બીજી પાર્ટી બનાવી ત્યારે તેઓ કોંગ્રેસ સાથે રહ્યા હતા.

ગુજરાત વિધાસનભાની 6 સીટ પર થઈ રહેલી પેટાચૂંટણીમાં તેમને ખેરાલૂથી ઉમેદવાર બનાવવામાં આવે તેવી આશા હતી. જયરાજ લાંબા સમયથી તેના માટે તૈયારી કરી રહ્યા હતા તથા તેઓ કોંગ્રેસના નિષ્ઠાવાન કાર્યકર્તાઓમાંથી એક છે. જો કે પાર્ટી હાઈકમાન્ડ પહેલા વિધાનસભા ચૂંટણીમાં તથા પેટાચૂંટણીમાં તેમની ઉપેક્ષા કરવામાં આવી તો તેમનું દર્દ છલકાયું.

જયરાજે ટ્વીટ કરીને કહ્યું કે હું પાર્ટીની રાજનીતિથી થાકી ગયો છું, લાગે છે કે હવે આરામ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે પાર્ટીના આવા વલણના કારણે જે તેમના રાજપૂત સમુદાયના અનેક નેતાઓએ કોંગ્રેસ છોડી દીધું પરંતુ તેઓ કોંગ્રેસમાં જ રહ્યા. આજે તેમને તેમના નિર્ણય પર અફસોસ થઈ રહ્યો છે. કોંગ્રેસે તેમની જગ્યાએ ખેરાલૂ વિધાનસભાથી પેટા ચૂંટણી માટે બાબૂજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે, જે તેમને પસંદ નથી આવ્યું.

આ પણ જુઓઃ Aishwarya Majmudar: જુઓ ગરબા પ્રિન્સેસના અમેઝિંગ નવરાત્રી લૂક્સ

જો કે જયરાજે પાર્ટીમાંથી રાજીનામું નથી આપ્યું. પરંતુ તેમની વાતોથી લાગી રહ્યું છે કે હવે પાર્ટીમાં તેમના માટે કોઈ સ્થાન નથી. ગુજરાત કોંગ્રેસમાં આ પહેલીવાર નથી કે કોંગ્રેસે પોતાના કદાવર નેતાને નારાજ કર્યા હોય. આ પહેલા સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા દિવંગત વિઠ્ઠલ રાદડિયાએ પણ પાર્ટીના નિર્ણયથી તંગ આવીને પાર્ટી બદલી લીધી હતી.

gujarat Gujarat BJP Gujarat Congress