રાજ્યની છ બેઠકની પેટાચૂંટણી માટે આજે મતદાન

21 October, 2019 07:51 AM IST  |  અમદાવાદ

રાજ્યની છ બેઠકની પેટાચૂંટણી માટે આજે મતદાન

રાજ્યની 6 બેઠકો પર પેટાચૂંટણી

ગુજરાતની રાધનપુર, ખેરાલુ, થરાદ, બાયડ, લુણાવાડા અને અમરાઇવાડી એમ છ ખાલી પડેલી વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી સોમવારે ૨૧મી ઑક્ટોબરે સવારે યોજાશે. શનિવાર સાંજથી અહીં પ્રચાર-પડઘમ શાંત થઈ ગયાં છે. ચૂંટણી પંચે મતદાન માટેની તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે. કુલ ૪૨ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ૨૪ ઑક્ટોબરે મતગણતરી યોજાશે. આ પેટાચૂંટણી માટે રાજ્યમાં ૧૭૮૧ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં કુલ ૧૪.૭૬ લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

આ પણ જુઓઃ Janki Bodiwala: છેલ્લો દિવસ ફૅમ એક્ટ્રેસની આ તસવીરો પરથી તમે નહીં હટાવી શકો નજર.

રાધનપુર બેઠક પરથી બીજેપીના અલ્પેશ ઠાકોર સામે કૉન્ગ્રેસના રઘુ દેસાઈ, બાયડ બેઠક પર ધવલસિંગ ઝાલા સામે કૉન્ગ્રેસના જશુભાઈ પટેલ, ખેરાલુ બેઠક પર બીજેપીના અજમલ ઠાકોર સામે કૉન્ગ્રેસના બાબુજી ઠાકોર, લુણાવાડામાં બીજેપીના જિગ્નેશ સેવક સામે કૉન્ગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ, થરાદ બેઠક પર બીજેપીના જીવાભાઈ પટેલ સામે કૉન્ગ્રેસના ગુલાબસિંહ રાજપૂત ચૂંટણી લડી રહ્યા છે.

gujarat Gujarat BJP Gujarat Congress