ગુજરાત બોર્ડના પેપર ચકાસણીમાં ભૂલ કરનાર સાત હજાર શિક્ષકો પર થઈ કાર્રવાઈ

22 August, 2019 04:21 PM IST  |  ગાંધીનગર

ગુજરાત બોર્ડના પેપર ચકાસણીમાં ભૂલ કરનાર સાત હજાર શિક્ષકો પર થઈ કાર્રવાઈ

પેપર ચકાસણીમાં ભૂલ કરનાર સાત હજાર શિક્ષકો પર થઈ કાર્રવાઈ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની દસમા અને બારમાં ધોરણની પ્રશ્નપત્રની તપાસમાં લાપરવાહી કરનારા સાત હજાર શિક્ષકોને ગુજરાત સરકારે દંડ કર્યો છે. પ્રશ્નપત્રની તપાસ દરમિયાન આ શિક્ષકોએ ભૂલ કરી હતી. જેની ફરિયાદ કર્યા બાદ ખુદ શિક્ષણમંત્રીએ કાર્રવાઈ કરી છે.

રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સલાહ આપી હતી કે શિક્ષકો પેપર ચેક કરવામાં ધ્યાન રાખે. કારણ કે તપાસમાં શિક્ષકોની ભૂલના કારણે વિદ્યાર્થીઓની કરિયર ખરાબ થઈ શકે છે. શિક્ષામંત્રીની આ સલાહ બાદ પણ આ વર્ષે દસમા અને બારમાની પરીક્ષાના પેપર ચેક કરવામાં સાત હજાર શિક્ષકોએ ભૂલ કરી હતી. વિદ્યાર્થીઓને માર્ક ઓછા આવતા શિક્ષકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. તપાસમાં શિક્ષકોની ભૂલ સામે આવતા ખુદ શિક્ષણમંત્રીએ શિક્ષકોને કાર્યાલયમાં બોલાવી ફટકાર લગાવી છે.

આ પણ જુઓઃ Ishani Daveના આ ફોટોસ જોઈને તમને પણ થશે બિસ્તરા પોટલાં બાંધીને ફરવા જવાનું મન

શિક્ષામંત્રીએ વિજ્ઞાન પ્રવાહના પેપરમાં ભૂલ કરનાર શિક્ષક પર 200 અને સામાન્ય પ્રવાહના પેપરમાં ભૂલ કરનારને 100 રૂપિયા દંડ કરવામાં આવ્યો છે. શિક્ષામંત્રીએ કહ્યું કે શિક્ષકોની ભૂલ છુપાવી નહીં શકાય. ભવિષ્યમાં પણ જો આ પ્રકારની ભૂલ થશે તો કાર્રવાઈ કરવામાં આવશે.

gujarat gandhinagar