ગુજરાત ભાજપામાં Covid-19નો હાહાકાર, વધુ નેતાઓ થયા સંક્રમિત

10 January, 2022 04:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભાજપના નેતા નીતિન ભારદ્વાજ, ધનસુખ ભંડેરી, મનીશ ચાંગેલા અને હવે ભરત બોઘરા પણ પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં રાજકોટ ભાજપમાં ચાર નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, તાજા અપડેટ અનુસાર ભાજપના નેતાઓ પણ એક પછી કોરોના પૉઝિટીવ આવી રહ્યા છે. હવે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોધરા કોરોના પોઝીટિવ આવ્યા છે. ભરત બોઘરા મુખ્યમંત્રીની રાજકોટની રેલીમાં હાજર હતા. ભાજપના નેતા નીતિન ભારદ્વાજ, ધનસુખ ભંડેરી, મનીશ ચાંગેલા અને હવે ભરત બોઘરા પણ પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં રાજકોટ ભાજપમાં ચાર નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.

ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રવાસેથી પાછા ફરેલા ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સિયલ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી કોરોના સંક્રમિત થયા અને હાલમાં હોમ આઇસોલેટ થયાં છે.

તાજેતરમાં ગયા અઠવાડિયે જ અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટના મુકેશ કુમારને એડિશનલ ચિફ સેક્રેટરી ઑફ હેલ્થનો ચાર્જ અપાયો કારણકે બુધવારે – ગયા સપ્તાહહે એસીએસ મનોજ અગ્રવાર, હેલ્થ કમિશનર જય પ્રકાશ શિવહરે, મિનિસ્ટર ઑફ સ્ટેટ જીતુભાઇ ચૌધરી, નવસારી બીજેપીના પિયુશ દેસાઇને Covid-19 પૉઝિટીવ આવ્યો હતો. આ તમામ અધિકારીઓને વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ગણતરીના દિવસો પહેલાં વાઇરસે સપાટામાં લીધા.

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6275 કેસ નોંધાયા છે. બીજી તરફ 1263 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,24,163 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 95.59 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે 93,467 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 2487, સુરત કોર્પોરેશનમાં 1696, વડોદરા કોર્પોરેશનમાં 347, રાજકોટ કોર્પોરેશનમાં 194, સુરત 183, ગાંધીનગર કોર્પોરેશન 153 કેસ નોંધાયા છે.

gujarat coronavirus covid19 bharatiya janata party