ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીએ બનાવ્યો રેકૉર્ડ

28 July, 2019 11:53 AM IST  |  ગાંધીનગર

ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીએ બનાવ્યો રેકૉર્ડ

ગુજરાત વિધાનસભાની કાર્રવાઈનો રેકોર્ડ

 શુક્રવારે ગુજરાતમાં ચૌદમી વિધાનસભાના ચોથા સત્રના છેલ્લા દિવસની બેઠક ૧૨ કલાક ૯ મિનિટથી વધુ સમય સુધી ચાલતા એક જ દિવસની કાર્યવાહી સૌથી લાંબા સમય સુધી ચાલવાનો રેકૉર્ડ નોંધાયો છે.

ગાંધીનગરમાં વિધાનસભા ગૃહમાં શુક્રવારે સવારે ૧૦ વાગ્યાથી શરૂ થયેલું ૧૪મી વિધાનસભાના ચોથા સત્રના છેલ્લા દિવસની બેઠકનું કામકાજ વિરામનો સમય બાદ કરતા સતત ૧૨ કલાક, ૯ મિનિટથી વધુ સમય સુધી ચાલ્યું હતું. આ રેકૉર્ડને ગૃહમાં ઉપસ્થિત સૌ વિધાનસભ્યોએ પાટલીઓ થપથપાવીને બિરદાવ્યો હતો. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ગૃહમાં ઉપસ્થિત સૌ વિધાનસભ્યો, અધિકારીઓ તથા મીડિયાના મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ જુઓઃ Dimple Biscuitwala: જુઓ આ ગુજ્જુ એક્ટ્રેસનો ક્યૂટ અંદાજ

ઉલ્લેખનીય છે કે આ અગાઉ તા.૬ જાન્યુઆરી – ૧૯૯૩ના દિવસે ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહી સતત ૧૨ કલાક ૮ મિનિટ સુધી ચાલી હતી. તે સમયે ગૃહની કાર્યવાહી બપોરે ૧૨ વાગ્યે શરૂ થઈ હતી અને રાત્રે ૧૨-૦૮ સુધી ચાલી હતી.

gujarat Gujarat BJP Gujarat Congress