ગુજરાત પેટા ચૂંટણીઃ 6 બેઠકો માટે 11 વાગ્યા સુધીમાં 12 ટકા મતદાન

21 October, 2019 12:48 PM IST  |  અમદાવાદ

ગુજરાત પેટા ચૂંટણીઃ 6 બેઠકો માટે 11 વાગ્યા સુધીમાં 12 ટકા મતદાન

રાજ્યમાં પેટાચૂંટણી માટે થઈ રહ્યું છે મતદાન

ગુજરાતની રાધનપુર, ખેરાલુ, થરાદ, બાયડ, લુણાવાડા અને અમરાઇવાડી એમ છ ખાલી પડેલી વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે મતદન થઈ રહ્યું છે. કુલ ૪૨ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ૨૪ ઑક્ટોબરે મતગણતરી યોજાશે. આ પેટાચૂંટણી માટે રાજ્યમાં ૧૭૮૧ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં કુલ ૧૪.૭૬ લાખ મતદારો પોતાના મતાધિકારનો કરવાના છે. આ ચૂંટણી માટે 11 વાગ્યા સુધીમાં સરેરાશ 12 ટકા મતદાન નોંધાયું છે.

આટલું થયું મતદાન...

મતદાન મથક મતદાન(ટકામાં)
બનાસકાંઠા    20.33
પાટણ 18.70
મહેસાણા 11.88
અમદાવાદ 12.70
અરવલ્લી 6.22
મહિસાગર 6.22

આ પણ જુઓઃ Maharashtra Assembly Polls: આમિર ખાન, દિયા મિર્ઝા, ગુલઝારે કર્યું મતદાન....

આ છે ઉમેદવારો..

રાધનપુર બેઠક પરથી બીજેપીના અલ્પેશ ઠાકોર સામે કૉન્ગ્રેસના રઘુ દેસાઈ, બાયડ બેઠક પર ધવલસિંગ ઝાલા સામે કૉન્ગ્રેસના જશુભાઈ પટેલ, ખેરાલુ બેઠક પર બીજેપીના અજમલ ઠાકોર સામે કૉન્ગ્રેસના બાબુજી ઠાકોર, લુણાવાડામાં બીજેપીના જિગ્નેશ સેવક સામે કૉન્ગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ, થરાદ બેઠક પર બીજેપીના જીવાભાઈ પટેલ સામે કૉન્ગ્રેસના ગુલાબસિંહ રાજપૂત ચૂંટણી લડી રહ્યા છે.

ahmedabad Gujarat BJP Gujarat Congress