29 May, 2025 11:30 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આખરે ગુજરાતમાં ગ્રામપંચાયતોની ચૂંટણીની જાહેરાત ગઈ કાલે થઈ હતી જે મુજબ ગુજરાતમાં ૮૩૨૬ ગ્રામપંચાયતમાં સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટાચૂંટણી યોજાશે. આ ચૂંટણીની સૌથી મહત્ત્વની વાત એ છે કે ગ્રામપંચાયતની આ ચૂંટણીમાં મતદાન માટે બૅલટ પેપરનો ઉપયોગ થશે.
ગ્રામપંચાયતોની ચૂંટણીમાં અંદાજે ૧ કરોડ ૩૦ લાખ જેટલા મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
૨૨ જૂને મતદાન યોજાશે અને ૨૫ જૂને પરિણામ જાહેર થશે.
૩૩ જિલ્લાઓની ૪૬૮૮ ગ્રામપંચાયતોમાં સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણી યોજાશે; જ્યારે ૩૬૩૮ ગ્રામપંચાયતોમાં પેટાચૂંટણી યોજાશે.
સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં ૩૮૬ ગ્રામપંચાયતો, પાટણ જિલ્લામાં ૩૧૦ ગ્રામપંચાયતો અને સાબરકાંઠા જિલ્લામાં ૨૬૭ ગ્રામપંચાયતોમાં સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણી યોજાશે.
સૌથી ઓછી પોરબંદર જિલ્લામાં ૧૯ ગ્રામપંચાયતો, તાપી જિલ્લામાં ૪૦ ગ્રામપંચાયતો, બોટાદ જિલ્લામાં ૪૪ ગ્રામપંચાયતોમાં સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણી યોજાશે.
ગ્રામપંચાયતોની ચૂંટણીમાં ગામ પૂરતા મતદારો હોવાથી બૅલટ પેપરથી ચૂંટણી યોજાશે, મતદારો તેમના મત મતપેટીમાં નાખશે.