વર્લ્ડ ક્લાસ ટૉપ 20 મેન્ટરમાં પસંદ થયા અમદાવાદના ડૉ. શૈલેષ ઠાકર

07 March, 2021 11:30 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

વર્લ્ડ ક્લાસ ટૉપ 20 મેન્ટરમાં પસંદ થયા અમદાવાદના ડૉ. શૈલેષ ઠાકર

ડૉ. શૈલેષ ઠાકર

અમેરિકાની આઇએફએલડી સંસ્થા દ્વારા વર્લ્ડ કલાસ ટૉપ ૨૦ મેન્ટર ૨૦૨૧ જાહેર કરાયા છે જેમાં એકમાત્ર ગુજરાતી ભારતીય ડૉ. શૈલેષ ઠાકરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં રહેતા જાણીતા મૅનેજમેન્ટ ગુરુ ડૉ. શૈલેષ ઠાકરે તેમની ખુશી વ્યક્ત કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમેરિકાની ઇન્ટરનૅશનલ ફેડરેશન ઑફ લર્નિંગ અૅન્ડ ડેવલપમેન્ટ સંસ્થા દ્વારા આ ટૉપ ટ્વેન્ટીની યાદી જાહેર કરાઈ છે. તેમાં પાંચ ક્રાઇટેરિયાના આધારે ઑડિટ કરીને વિશ્વના ૨૦ ટૉપના મેન્ટર જાહેર કરાયા છે જેમાં મારો સમાવેશ થયો છે. વિશ્વના ટોચના મેન્ટરની યાદી જાહેર કરતાં પહેલાં આ સંસ્થા દ્વારા જે પાંચ ક્રાઇટેરિયા નક્કી કરાયા હતા તેમાં જે તે વ્યક્તિનું ડિજિટલ કૉન્ટ્રિબ્યુશન શું છે?, તેમનો આઇડિયાનો ઇમ્પેક્ટ કેવો અને કેટલો છે? અને તેનું રિઝલ્ટ શું આવે છે?, તેમના ફોલોઅર્સ કેટલા છે? તેની સ્ટડી કરવામાં છે. આ વ્યક્તિઓની પ્રેઝન્ટેશન સ્ટાઇલ અને ટેક્નિક શું છે?, તેમની બુક, વિડિયો, બ્લોગ, પીપીટીનું પ્રેઝન્ટેશન કેવી રીતે થતું હોય છે, ફિલ્ડમાં કન્ટ્રિબ્યુશન કેટલું છે અને આ માણસ લાઇવ કેટલો છે? તે ક્રાઇટેરિયા ઉપર ઑડિટ કરવામાં આવે છે અને ટૉપના ૨૦ મેન્ટરોનાં નામની યાદી જાહેર કરે છે. એક ગુજરાતી ભારતીય આ યાદીમાં સામેલ થાય તે સ્વાભાવિક રીતે આનંદ અને ગર્વની આ વાત છે.

gujarat ahmedabad shailesh nayak