મોટેરા સ્ટેડિયમમાં ગરમીના કારણે લોકો ડીહાઇડ્રેશનનો ભોગ બન્યા, 10 બેભાન

25 February, 2020 07:37 AM IST  |  Ahmedabad

મોટેરા સ્ટેડિયમમાં ગરમીના કારણે લોકો ડીહાઇડ્રેશનનો ભોગ બન્યા, 10 બેભાન

પ્રતીકાત્મક તસવીર

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીનો વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં ‘નમસ્તે ટ્રમ્પ’નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. ૧૨ વાગ્યા સુધીમાં ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમમાં ગરમીના કારણે કેટલાક લોકો ડીહાઇડ્રેશનનો ભોગ બન્યા હતા જેને કારણે ૧૦ લોકો બેભાન થઈ ગયા હતા તો કેટલાક લોકોને ઊલટીઓ થઈ હતી, જેને કારણે તેમને ૧૦૮ મારફત સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : કિંજલ દવેએ અમે ગુજરાતી લહેરી લાલા ગીત પર ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યો

એક પત્રકાર પણ નીચે પડી જતાં તેમને ઈજા થઈ હતી અને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોઈ પણ ઇમર્જન્સી માટે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં ૧૦ જેટલી ૧૦૮ ઍમ્બ્યુલન્સ રાખવામાં આવી હતી. ઉપરાંત ખાનગી હૉસ્પિટલની પણ ઍમ્બ્યુલન્સ રાખવામાં આવી હતી.

gujarat ahmedabad