અમદાવાદ થયું શર્મસારઃ વિશ્વ બાલિકા દિવસે જ છ વર્ષની બાળકી પર દુષ્કર્મ

12 October, 2020 08:03 PM IST  |  Ahmedabad | Agency

અમદાવાદ થયું શર્મસારઃ વિશ્વ બાલિકા દિવસે જ છ વર્ષની બાળકી પર દુષ્કર્મ

પ્રતીકાત્મક તસવીર

વિશ્વ બાલિકા દિવસે જ અમદાવાદમાં છ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતી છે વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવામાં આવ્યું છે. વાસ્તવમાં તો એક અજાણ્યો યુવાન આ છ વર્ષની બે બાળકીઓને લઈ ગયો હતો. એક બાળકી પર દુષ્કર્મ કર્યુ ત્યારે બીજી બાળકી ભાગી જવામાં સફળ રહી હતી. અજાણ્યો યુવાન આંગણે રમી રહેલી બે બાળકીઓને બિસ્કિટની લાલચ આપી લઈ ગયો હતો.

તે બંને છ વર્ષની હતી. બંને આંગણામાં રમી રહેલી હતી ત્યારે આ યુવાન આવ્યો હતો અને તેણે બિસ્કિટની લાલચ આપતા બાળકીઓ તેની સાથે ચાલવા માંડી હતી. પછી તેણે એક બાળકી સાથે જબરજસ્તી કરતા બીજી બાળકી બચવામાં સફળ રહી હતી અને પરત ફરી હતી.

આ બાળકી સદનસીબ એટલા માટે રહી કે તે યુવાને તેને જીવતી છોડી દીધી હતી. તેના પગલે પછી તે બાળકીએ ઘરે આવીને માતાને જાણ કરતા માતા તેને તરત જ ડોક્ટર પાસે લઈ ગઈ હતી. ડોક્ટરે તેના પર બળાત્કાર થયો હોવાની વાતને સમર્થન આપ્યું હતું. તેના પગલે તે બાળકીની માતાએ તેના પર દુષ્કર્મ કરનારાની ધરપકડ કરવા માટે એફઆઇઆર દાખલ કરી હતી. પોલીસે હવે આ કેસની તપાસ શરૂ કરી છે.

gujarat ahmedabad Crime News