સતયુગની ઝાંખી: બસના ડ્રાઈવરે મહિલાની ખોવાયેલી બેગ પાછી સોંપી દીધી

24 January, 2020 07:48 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

સતયુગની ઝાંખી: બસના ડ્રાઈવરે મહિલાની ખોવાયેલી બેગ પાછી સોંપી દીધી

પુષ્પાબહેનને ૫૫,૦૦૦ રૂપિયા રોકડા અને ૬ તોલાની સોનાની ૪ બંગડી સાથેનું પર્સ પાછું સોંપતા બસ-ડ્રાઇવર ગિરીશ રાઠોડ અને કન્ડક્ટર દિલીપ પટેલ.

ગુજરાતના અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસમાં પ્રવાસ કરી રહેલાં ૭૨ વર્ષનાં એક વૃદ્ધા બસમાં ૫૫,૦૦૦ રૂપિયા રોકડા અને ૬ તોલાની સોનાની ૪ બંગડીઓ સાથેનું પર્સ રહી ગયા બાદ આ બસના ડ્રાઇવર અને કન્ડક્ટરને એ પર્સ બસમાંથી મળી આવતાં એની ખરાઈ કરીને રોકડ રકમ અને સોનાની બંગડીઓ સાથેનું પર્સ વૃદ્ધાને સોંપતાં તેમને હાશકારો થયો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની રૂટ-નંબર ૧૩-૧ની બસમાં બેસીને પુષ્પાબહેન સોલંકી પ્રવાસ કરી રહ્યાં હતાં અને લાલ દરવાજા ખાતે બસ ચેન્જ કરવા ઊતર્યાં હતાં તે વખતે પર્સ બસના દરવાજાની અંદર રહી ગયું અને બસનો દરવાજો બંધ થઈ ગયો હતો. બસનો દરવાજો બંધ થઈ જતાં બસમાં પર્સ રહી ગયું અને બસ ઊપડી ગઈ હતી. વૃદ્ધાએ એએમટીએસના સત્તાવાળાઓનું ધ્યાન દોરતાં અધિકારીઓએ બસ-ડ્રાઇવર ગિરીશ રાઠોડ અને કન્ડક્ટર દિલીપ પટેલનો સંપર્ક કરતાં બસમાંથી પર્સ મળી આવ્યું અને એ ડ્રાઇવર-કન્ડક્ટરે વૃદ્ધાને સોંપી દીધું હતું.

gujarat ahmedabad shailesh nayak