તહેવારની રજાઓમાં અમદાવાદની હાઈપ્રોફાઈલ મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ

10 March, 2020 10:47 AM IST  |  Gujarat

તહેવારની રજાઓમાં અમદાવાદની હાઈપ્રોફાઈલ મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ

પ્રતિકાત્મક તસવીર

હોળી અને ધૂળેટીની રજાઓમાં તહેવારનો આનંદ માણવા કરતાં જુગાર રમવાનું ચલણ વધી ગયું છે. તેમાં પણ વિશેષ શ્રીમંત વર્ગ અને હાઈપ્રોફાઈલ વર્ગમાં જુગાર રમવાનું ચલણ વધુ છે. અમદાવાદમાં પણ આવો જ બનાવ બન્યો છે. નાના ચીલોડા પાસે આવેલા એક ખાનગી બંગલોમાં જુગાર રમતી 10 હાઈપ્રોફાઈલ મહિલાઓને સરદારનગર પોલીસે ઝડપી પડી હતી અને તેમની પાસેથી ૧.૧૦ લાખ રૂપિયા રોકડા અને ૬ મોબાઈલ એમ કુલ 1.40 લાખનો માલ જપ્ત કર્યો છે.

સરદારનગર પોલીસને માહિતી મળી હતી કે, ચિલોડા પાસે આવેલા 'રિવેરા-51 બંગલોઝ'માં 24 નંબરના મકાનમાં દુર્ગાબેન સિંધી નામની મહિલા અન્ય મહિલાઓ સાથે મળી જુગાર રમાડે છે. તેના આધારે પોલીસે બંગલોઝમાં દરોડા પાડીને દસ મહિલાઓને જુગાર રમતી ઝડપી હતી. મોટાભાગની મહિલાઓ ૪૦ થી ૫૦ વર્ષની વચ્ચેની હતી અને એકબીજાને સગી પણ થતી હતી. તહેવારોની રાજા હોવાથી તેઓ ભેગા થઈને જુગાર રમતા હતા. પોલીસે કાર્યવાહી કરીને ૧.૧૦ લાખ રૂપિયા રોકડા અને ૩૦,૦૦૦ રૂપિયાની કિંમતના મોબાઈલ જપ્ત કર્યા હતા. વધુ તપાસ ચાલુ છે.

gujarat ahmedabad Crime News