અમદાવાદ : સાબરમતી સેન્ટ્રલ જેલ બની ગયું કૉલ સેન્ટર

21 January, 2020 09:42 AM IST  |  Ahmedabad

અમદાવાદ : સાબરમતી સેન્ટ્રલ જેલ બની ગયું કૉલ સેન્ટર

સાબરમતી સેન્ટ્રલ જેલ

અમદાવાદ સાબરમતી જેલ કેદીઓ માટે જલસા અને રીતસર ધમધમતુ ખંડણીનું કૉલ સેન્ટર હોવાનું સામે આવી રહ્યું છે. છેલ્લાં ૬ વર્ષમાં સેન્ટ્રલ જેલમાંથી ૧૯૮ મોબાઇલ અને ૯૧ સિમ-કાર્ડ મળી આવ્યાં છે. વિશાલ ગોસ્વામી રીતસર ખંડણીનું નેટવર્ક ચલાવતો હોવાનું સામે આવ્યું છે. આધુનિક સમયમાં કોઈનો પણ ફોન ટ્રેસ કરીને તેની સામે કાર્યવાહી કરવા માટે ગુજરાત પોલીસ વારંવાર જશ ખાટે છે, પરંતુ સાબરમતી સેન્ટ્રલ જેલમાં વિશાલ ગોસ્વામી વૉઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકૉલ ટેક્નૉલૉજીની મદદથી પોતાના ટાર્ગેટને ધમકી આપવા સંપર્ક કરતો હતો. સાબરમતી જેલ જૅમર અને અન્ય વસ્તુઓથી અતિસુરક્ષિત હોવાનું માનવામાં આવે છે, પરંતુ ત્યાં ફોન નેટવર્ક નહીં પરંતુ હાઈ સ્પીડ ઇન્ટરનેટ ચાલતું હોવાનું સામે આવ્યું છે જ્યાં સમગ્ર જેલતંત્ર અને અવારનવાર રેઇડ કરતી સુરક્ષા એજન્સીના દાવા પણ ખોટા સાબિત થઈ રહ્યા છે.

gujarat ahmedabad