અમદાવાદમાં ઉમેરાશે વધુ 65 ગામડાંઓ

22 May, 2019 11:02 AM IST  |  અમદાવાદ

અમદાવાદમાં ઉમેરાશે વધુ 65 ગામડાંઓ

વિસ્તરી શકે છે અમદાવાદની હદ

ગયા વર્ષે અમદાવાદનું વહીવટી સરળતા માટે ન્યૂ વેસ્ટ ઝોનને નોર્થ વેસ્ટ અને સાઉથ વેસ્ટ ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યો હતો. આ ઝોનમાં શહેરનો ત્રીજા ભાગનો વિસ્તાર આવે છે. નવા ઝોનના કારણે વસ્તી પણ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે.

શહેરની હદ વધારવામાં આવશે
નવા વહીવટી ઝોન બનાવવાની સાથે જ હવે અમદાવાદની હદ પણ વિસ્તારવામાં આવી શકે છે. અનેક વિસ્તારોની મહાનગરપાલિકાની હદમાં સમાવવાની માંગણી ચાલી રહી છે. તાજેતરમાં જ ઔડાએ પાણી, સુએજ, ટ્રાફિક અને હાઉસિંગની સમસ્યાનું સમાધાન લાવવા માટે 534 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેના કારણે બોપલ, ગોઢાવી, ઘુમા અને શેલા વિસ્તારને લાભ મળશે.  2009 થી 2014 દરમિયાન ગામડાઓને શહેર વિસ્તારમાં સમાવવાનું દબાણ હતું. જેને લઈને ઔડાની હદમાં આખરે 65 ગામડાઓ ઉમેરવામાં આવી શકે છે.

રાજ્ય સરકારે કર્યો નિર્ણય
હવે, રાજ્ય સરકારે આખરે ગ્રામ પંચાયતોને મહાનગરપાલિકામાં ઉમેરવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદની સાથે સાથે સુરત, વડોદરા અને રાજકોટમાંની હદ પણ વધારવામાં આવશે. જનગણના પ્રમાણે આ નિર્ણય લેવામાં આવે છે.

શહેરી વિકાસ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, "વસ્તી ગણતરી પ્રમાણે અમદાવાદમાં 65 વધુ ગામડાઓ ઉમેરવામાં આવશે. અમદાવાદના નવા અર્બન અગ્લોમોરેશનમાં ગાંધીનગર, સાણંદ અને આસપાસના ગામડાંઓનો સમાવેશ થયા."

આ પણ વાંચોઃ અમદાવાદમાં આકરી ગરમી, આજે પણ પારો જશે 40ની ઉપર

વાપી, ગાંધીધામ જેવી જગ્યાઓએ સતત વિકાસ બતાવ્યો છે. અને જેથી તેઓ શહેરનું સ્ટેટસ મેળવવા માટે લાયક છે. સરકારે ધીમે ધીમે આ વિસ્તારોનું સ્ટેટસ બદલવાનો નિર્ણય લીધો છે.

ahmedabad gujarat