Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદમાં આકરી ગરમી, આજે પણ પારો જશે 40ની ઉપર

અમદાવાદમાં આકરી ગરમી, આજે પણ પારો જશે 40ની ઉપર

22 May, 2019 10:12 AM IST | અમદાવાદ

અમદાવાદમાં આકરી ગરમી, આજે પણ પારો જશે 40ની ઉપર

અમદાવાદમાં વધશે ગરમી

અમદાવાદમાં વધશે ગરમી


થોડા સમય માટે ગરમીથી આંશિક રાહત મળ્યા બાદ આજથી ફરી એકવાર ગરમી વધવાના એંધાણ છે. મંગળવારે અમદાવાદનું તાપમાન 41.9 ડીગ્રી તાપમાન હતું. જે પારો આજે 42 ડીગ્રીએ પહોંચશે.

મંગળવારે ગુજરાતમાં કંડલામાં સૌથી વધુ 43.1 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 42.6, અમરેલી 42.5, સુરેન્દ્રનગર 42.3 અને સુરતમાં 42 ડીગ્રી નોંધાયું હતું.

અમદાવાદનું તાપમાન આજે પાછી ફરી વધવાની સંભાવના છે. IMDની વેબસાઈટ પ્રમાણે સવારે સાડા આઠ વાગ્યા આસપાસ અને સાંજે સાડા પાંચ વાગ્યા આસપાસ સૌથી વધારે ગરમીનો અનુભવ થાય છે. આજે અમદાવાદમાં 42 ડીગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે.

આ પણ વાંચોઃ ગરમીનુ કમબેક:72 કલાક પછી ફરી હિટ વેવ, ફરી વધશે તાપમાન



બનાસકાંઠા અને આસપાસના વિસ્તારમાં આજે હળવા વરસાદની સંભાવના છે. જ્યારે સુરત અને વલસાડનાં હીટવેવની આગાહી છે. તાપમાનમાં થતો વધારો ખાસ કરીને બાળકો અને મોટી ઉંમરના લોકોને વધારે અસર કરી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2019 10:12 AM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK