અમદાવાદમાં RSS હેડ-ક્વાર્ટર બન્યું, ભાગવતે ભવનનું લોકાર્પણ કર્યું

16 February, 2020 11:40 AM IST  |  Ahmedabad

અમદાવાદમાં RSS હેડ-ક્વાર્ટર બન્યું, ભાગવતે ભવનનું લોકાર્પણ કર્યું

અમદાવાદમાં RSS હેડ-ક્વાર્ટર બન્યું, ભાગવતે ભવનનું લોકાર્પણ કર્યું

અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા ડૉ. હેડગેવાર ભવનનું વાસ્તુપૂજન અને લોકાર્પણ કરાયું હતું. સરસંઘ સંચાલક મોહન ભાગવતે વાસ્તુપૂજન બાદ લોકાર્પણ કર્યું હતું. તેમાં ભવનનિર્માણ સાથે સંકળાયેલા અને કેટલાક નિમંત્રિતોની હાજરીમાં લોકાર્પણ કરાયું હતું.

પહેલા, બીજા અને ત્રીજા માળે હોલ હેડગેવાર ભવનનું નિર્માણનું કાર્યકર્તાઓ અને સમાજના સહયોગથી કરાયું છે. ભવનમાં ભવિષ્યની જરૂરિયાતને ધ્યાને રાખીને ભવનમાં પાર્કિંગ માટે બે બેઝમેન્ટ છે. પહેલા માળે ૩૦૦ વ્યક્તિ બેસી શકે તેવો અદ્યતન હોલ છે. બીજા અને ત્રીજા માળે ૬૦થી ૧૦૦ વ્યક્તિ માટેનો હોલ છે. ઉપરાંત એક લાઇબ્રેરી છે. ભવનના ૪થા અને ૫મા માળે નિવાસ માટેના રૂમ છે.

ભવિષ્યમાં સૌર ઊર્જાનો ઉપયોગ કરવાનું આયોજન કરાયું છે. વરસાદી પાણીનો સંચય, પાણીનું શુદ્ધીકરણ કરીને ટૉઇલેટમાં ફ્લશમાં ઉપયોગ કરવાની વ્યવસ્થા ગોઠવી છે.

gujarat ahmedabad mohan bhagwat rashtriya swayamsevak sangh