કાંકરિયા દુર્ઘટનાઃ અધિકારીઓની જવાબદારી નક્કી કરવા કોંગ્રેસની માંગ

15 July, 2019 04:06 PM IST  |  મુંબઈ

કાંકરિયા દુર્ઘટનાઃ અધિકારીઓની જવાબદારી નક્કી કરવા કોંગ્રેસની માંગ

કાંકરિયા દુર્ઘટના બાદ કોંગ્રેસની માંગ

રવિવાર અમદાવાદ માટે ગોઝારો બની ગયો કારણ કે શહેરના કાંકરિયા બાલ વાટિકમાં રાઈટ તૂટી પડતા બે લોકોનાં મોત થયા જ્યારે અનેક લોકોને ઈજા થઈ છે. કેટલાક લોકોને ઈજા એવી રીતે થઈ છે કે કદાચ તેમણે આખી જિંદગી દિવ્યાંગ બનીને રહેવું પડશે. આ ઘટના બાદ વિપક્ષ કોંગ્રેસ આકરા મૂડમાં છે. કોંગ્રેસ પ્રશાસન અને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

કોંગ્રેસની માંગ છે કે સરકાર અધિકારીઓની જવાબદારી નક્કી કરે. નહીં તો સુરત અને કાંકરિયા પછી વધુ મોતના તાંડવો થશે અને સરકાર હાથ પર હાથ ધરીને બેસી રહેશે. જે પણ વિભાગના અધિકારીઓ હોય તેની જવાબદારી નક્કી જ હોવી જોઈએ જેથી કોઈ દુર્ઘટના બને તો તેઓ છટકી ન શકે.

તંત્ર થયું દોડતું
જકોટ કોર્પોરેશન કમિશનર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે રાજકોટ ફનવર્લ્ડ અને રેસકોર્સમાં રાઈડ્સને બંધ રાખવામાં આવશે. અમદાવાદ કાંકરિયા ખાતે રાઈડ તુટવાની ઘટનાને પગલે રાજકોટ મહાનગર પાલિકાએ તેના કાર્યક્ષેત્ર હેઠળના રેસકોર્સ ગાર્ડન, ફનવર્લ્ડ વગેરે વિસ્તારોમાં કાર્યરત રાઈડ્ઝના ફિટનેસ સર્ટી અને પોલીસ N.O.C રજુ કરવા રાઈડ્ઝ સંચાલકોને આદેશ કર્યો છે. લોકોની સલામતિને ધ્યાનમાં રાખીને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ રાઈડ્ઝ સંચાલકો પાસેથી ફિટનેસ સર્ટી અને રાજકોટ શહેર પોલીસના N.O.C મંગાવવા સંબધિત શાખાને આદેશ કર્યો છે.

આ પણ જુઓઃ આ શ્રાવણ મહિનામાં ફરાળ કરો રજવાડી સ્ટાઈલમાં 'મહારાજા ભોગ' સાથે

સુરતની એ દર્દનાક ઘટના કરો યાદ
સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં આગ લાગી હતી. જેમાં ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા હતા. આગ લાગતા બચવાનો કોઈ જ રસ્તો ન રહેતા વિદ્યાર્થીઓએ ચોથા માળેથી જીવ બચાવવા છલાંગ લગાવી હતી. તો કેટલાક વિદ્યાર્થીઓ જીવતા ભુંજાઈ ગયા હતા. આ ઘટનામાં 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા.

ahmedabad gujarat