જાન્યુઆરીથી જોધપુર વૉર્ડમાં મીટરથી ૨૪ કલાક પાણી મળશે

17 November, 2019 07:56 AM IST  |  Ahmedabad

જાન્યુઆરીથી જોધપુર વૉર્ડમાં મીટરથી ૨૪ કલાક પાણી મળશે

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની મહત્ત્વાકાંક્ષી મીટરથી પાણી આપવાની યોજનાને આખરી ઓપ અપાઈ ગયો છે. અમદાવાદમાં જોધપુર વૉર્ડને ૧ જાન્યુઆરીથી મીટર દ્વારા ૨૪ કલાક પાણી આપવામાં આવશે. આ યોજના શરૂ કરતાં અગાઉ જોધપુરમાં એની ટ્રાયલ પણ શરૂ કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર શરૂઆતમાં અમુક લીટર પાણી નિઃશુલ્ક આપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે આ યોજનાનો વિચાર ૨૦૧૦માં મૂકવામાં આવ્યો હતો અને અનેક વિવાદ તેમ જ નિષ્ફળતા બાદ ૨૦૨૦માં એ અમલમાં આવી રહ્યો છે. આ માટે વિદેશથી ૪૫૦૦ જેટલાં મીટર પણ ખરીદવામાં આવ્યાં હતાં.
રાજ્ય સરકારે પાણી બચાવવાના હેતુથી વિધાનસભામાં બિલ રજૂ કર્યું હતું. ત્યાર બાદ વિધાનસભાની મંજૂરી મળતાં ઘરે-ઘરે પાણીનાં મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ૨૦૨૦ની ૧ જાન્યુઆરીથી જોધપુર વૉર્ડના પાંચ ઝોનમાં મીટરથી પાણી આપવાની યોજના શરૂ થઈ જશે. જોકે હજી સુધી લીટરદીઠ પાણીની કિંમત શું રાખવામાં આવશે એનો કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. હાલના તબક્કે પાણી વિનામૂલ્ય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

gujarat ahmedabad