22 માર્ચે જનતા-કર્ફ્યુઃ એસ.ટી. સહિત રાજ્યની તમામ બસ સેવા બંધ

21 March, 2020 10:33 AM IST  |  Ahmedabad | Agencies

22 માર્ચે જનતા-કર્ફ્યુઃ એસ.ટી. સહિત રાજ્યની તમામ બસ સેવા બંધ

એસ.ટી.બસ

વડા ‍‍ધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસ વિશે આજે ગુરુવારે રાત્રે ૮ વાગ્યે દેશવાસીઓને સંબોધન કર્યું હતું. તેમણે મહત્વની વાત જણાવી હતી. વૈશ્વિક મહામારી સામે લડવા માટે સંકલ્પ અને સંયમની વાતને મહત્વ આપ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રવિવારે જનતા કર્ફ્યુ કરવાની અપીલ કરી હતી. વડા પ્રધાનની આ અપીલના સંદર્ભમાં પ્રતિક્રિયા આપતાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું છે કે રવિવારે દેશમાં અને ગુજરાતમાં જનતા કર્ફ્યુ રહેશે. રવિવારે જનતા કર્ફ્યુના દિન ગુજરાતમાં જાહેર પરિવહનની તમામ સેવાઓ બંધ રાખવાનો આદેશ મુખ્ય પ્રધાને આપ્યો છે.

મુખ્ય પ્રધાને વિજય રૂપાણીએ જણાવ્યું કે ‘રાજ્યમાં આગામી રવિવારે જનતા કર્ફ્યુનો ચુસ્તપણે અમલ થશે. જનતા કર્ફ્યુ અંતર્ગત રાજ્યમાં એસટી, સિટી બસ સુવિધા અને અન્ય તમામ ટ્રાન્સપોર્ટેશન બંધ રહેશે. અમદાવાદની એએમટીએસ અને બીઆરટીએસની સુવિધાઓ પણ જનતા કર્ફ્યુના દિને બંધ રહેશે. લોકો સાંજે પાંચ વાગ્યે થાળી, ઘંટ ખખડાવી કે પછી તાળીઓ પાડી કોરોના વાઇરસની લડતમાં દેશ એક છે એ સંદેશો આપવા માટે આગળ આવે.

gujarat ahmedabad coronavirus