દેશભરમાં ટૅક્સ ભરવામાં અમદાવાદીઓ અવ્વલ

23 January, 2020 12:38 PM IST  |  Gujarat

દેશભરમાં ટૅક્સ ભરવામાં અમદાવાદીઓ અવ્વલ

પ્રતીકાત્મક તસવીર

સામાન્ય બજેટના ૧૦ દિવસ પહેલાં પ્રત્યક્ષ કર સંગ્રહ મોરચે જે માહિતી સામે આવી છે એનાથી સરકાર હાલમાં સામાન્ય જનતાને કોઈ ટૅક્સ રાહત આપવાની સ્થિતિમાં નથી રહી. ૧૫ જાન્યુઆરી, ૨૦૨૦ સુધી દેશમાં ડાયરેક્ટ ટૅક્સ કલેક્શન ૭.૨૬ લાખ કરોડ રૂપિયા રહ્યું છે જે છેલ્લા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં ૬.૧ ટકા ઓછું છે. નાગપુર અને અમદાવાદને બાદ કરતાં આવકવેરાના તમામ સર્કલમાં કર સંગ્રહ ગયા વર્ષની સરખામણીએ ઓછું રહ્યું છે. મુંબઈ સર્કલમાં ૧૦ વર્ષ બાદ ટૅક્સ કલેક્શનનો ગ્રોથ રેટ નેગેટિવ રહ્યો છે.

આ રીતે આગામી દોઢ મહિનામાં ૬.૦૯ લાખ કરોડ રૂપિયા કલેક્શન કરવું પડશે. જોકે એવું પણ જોવામાં આવે છે કે નાણાકીય વર્ષના અંતિમ બે મહિનામાં જ સૌથી વધુ આવકવેરા કલેક્શન થતું હોય છે. તેમ છતાં, નાણાં મંત્રાલયના અધિકારીઓને પણ આશ્વાસન નથી કે આ લક્ષ્યને હાંસિલ કરી શકાશે કે કેમ. આનું કારણ મુંબઈમાં ટૅક્સ કલેક્શન ૫.૯ ટકા, દિલ્હીમાં ૧૦.૮ ટકા, ચેન્નઈમાં ૨.૬ ટકા, હૈદરાબાદમાં ૦.૧ ટકા, બૅન્ગલોરમાં ૭.૪ ટકાનો ઘટાડો નોંધાયો છે.

gujarat ahmedabad income tax department