અમદાવાદઃ 8 વર્ષથી માત્ર વેબસાઈટ પર જ છે આ પોલીસ સ્ટેશન

17 June, 2019 10:55 AM IST  |  અમદાવાદ

અમદાવાદઃ 8 વર્ષથી માત્ર વેબસાઈટ પર જ છે આ પોલીસ સ્ટેશન

8 વર્ષથી માત્ર વેબસાઈટ પર જ છે આ પોલીસ સ્ટેશન

શહેરના બોડકદેવ વિસ્તારમાં પોલીસ સ્ટેશન બનાવવાની દરખાસ્ત મુક્યાને 8-8 વર્ષો થઈ ગયા, છતાં પણ આ પોલીસ સ્ટેશન બન્યું નથી. શહેર પોલીસ અમદાવાદ મહાનગરપાલિકા પાસેથી જમીન મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે.

બોડકદેવ પોલીસ સ્ટેશન હાલ તો માત્ર ગુજરાત પોલીસની વેબસાઈટ પર જ છે. અમદાવાદ મહાનગરપાલિકાએ શરૂઆતમાં સિંધુ ભવન રોડ પર જગ્યા આપી હતી. પરંતુ બાદમાં આ જગ્યા મલ્ટી લેવલ પાર્કિંગ માટે ઉપયોગમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

અધિકારીના જણાવ્યા પ્રમાણે, "સિંધુ ભવન પર આવેલા પ્લોટમાં 60 લાખના ખર્ચે ટેલિફોન અને વાયરલેસની સુવિધા આપવામાં આની હતી. આ પોલીસ સ્ટેશન માટે 80 પોલીસકર્મીઓ ભરતી કરવાના હતા. પોલીસ વિભાગે સ્ટેશનનું ઉદ્ધાટન કરવાનું પણ નક્કી કરી લીધું હતું, પરંતુ AMCએ જમીન લઈ લીધી."

આ પણ વાંચોઃ અમદાવાદઃ વરસાદના કારણે ગયો એક વ્યક્તિનો જીવ

અમદાવાદ સેક્ટર-1 ના જોઈન્ટ CP અમિત વિશ્વકર્માના જણાવ્યા પ્રમાણે, "લોકસભા ચૂંટણી માટે આચારસંહિતા લાગુ પડી જતા તેનું ઉદ્ધાટન ન થઈ શક્યુ. નવું પોલીસ સ્ટેશન માત્ર કામચલાઉ ધોરણે બનાવવામાં આવ્યું હતું. બાદમાં અમને AMCએ કહ્યું કે તેઓ અમને રાજપથ ક્લબ પાસે કે થલતેજમાંમ જગ્યા આપશે. અમે હાલ પોલીસ સ્ટેશન માટે જગ્યા શોધી રહ્યા છે."

gujarat ahmedabad