અમદાવાદ: ડાકોર, દ્વારકા, શામળાજીમાં ભાવિકો કૃષ્ણભક્તિના રંગે રંગાયા

11 March, 2020 11:22 AM IST  |  Ahmedabad

અમદાવાદ: ડાકોર, દ્વારકા, શામળાજીમાં ભાવિકો કૃષ્ણભક્તિના રંગે રંગાયા

અમદાવાદમાં આવેલા સોલા ભાગવત વિદ્યાપીઠ મંદિરમાં શ્રી રસરાજ પ્રભુ સન્મુખ ફૂલડોલોત્સવ ઉત્સવ ઊજવાયો હતો જેમાં હજારો ભાવિકો ઊમટ્યા હતા.

ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર, દ્વારકા, શામળાજી, અમદાવાદસ્થિત સોલા ભાગવત સહભસ્મિતનાં મંદિરોમાં ગઈ કાલે ધુળેટીના ઉત્સવમાં લાખો ભાવિકો કૃષ્ણભક્તિના રંગે રંગાયા હતા. ડાકોરમાં હોળી–ધુળેટીના બે દિવસમાં આઠ લાખથી વધુ ભાવિકોએ રણછોડરાયજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગઈ કાલે ભગવાન શ્રી રણછોડરાયજીને આસોપાલવના તોરણમાં બભસ્મિરાજમાન કરાવીને ઝૂલામાં ભાવથી ઝુલાવીને ફૂલડોલોત્સવ હર્ષોલ્લાસપૂર્વક ઊજવાયો હતો.

હોળીના પર્વ પર પદયાત્રા કરીને ડાકોર જવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે ત્યારે આ વર્ષે પણ લાખો ભાવિકો પદયાત્રા કરીને ડાકોરના ઠાકોરના ધામમાં પહોંચ્યા હતા. ડાકોર મંદિરના અસિસ્ટન્ટ મૅનેજર રવીન્દ્ર ઉપાધ્યાયે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે મંદિરમાં ફૂલડોલોત્સવ ઉત્સવ ઊજવાયો હતો. મંદિરમાં હિંડોળો બનાવ્યો હતો. આસોપાલવના તોરણમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા હતા. સોના–ચાંદીની પિચકારીથી તેમ જ અબીલગુલાલ સહભસ્મિત પંચકલર ભગવાન પર અને ભાવિકો પર છાંટવામાં આવ્યો હતો. ધુળેટીના વિશેષ દિને ભગવાનને શિખંડનો ભોગ ધરાવ્યો હતો તેમ જ દ્રાક્ષનો બંગલો બનાવી ધરાવ્યો હતો. ગઈ કાલે બપોર સુધીમાં મંદિરમાં ત્રણ લાખથી વધુ અને હોળીના દિવસે પાંચ લાખથી વધુ ભાવિકોએ દર્શન કર્યાં હતાં.’

આ પણ વાંચો : અમદાવાદ: ધુળેટી પર્વમાં ઉત્તર ગુજરાતના વીસનગરમાં યોજાયું ખાસડા યુદ્ધ

અમદાવાદમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ સોલા ભાગવત વિદ્યાપીઠ મંદિરમાં ગઈ કાલે શ્રી રસરાજ પ્રભુ સન્મુખ ફૂલડોલોત્સવ ઉત્સવ ઊજવાયો હતો. વૈષ્ણવોએ શ્રીહરિને ભાવથી ભીંજવ્યા હતા. મંદિરમાં ઊજવાયેલા ફૂલડોલોત્સવમાં હજારો ભાવિકો ઊમટ્યા હતા અને મંદિરમાં અબીલગુલાલની છોળો ઊડી હતી અને ભાવિકોએ હર્ષોલ્લાસથી ઉત્સવ ઊજવ્યો હતો.

બીજી તરફ અમદાવાદના વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં ફૂલોથી ધુળેટીનો ઉત્સવ ઊજવાયો હતો. ભગવાન શ્રી જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી પર ભાવિકોએ ફૂલોની છોળ ઉડાડીને ભાવથી રંગ્યા હતા.

ahmedabad dakor gujarat