અમદાવાદઃ BRTSના દરવાજા કામ કરતા થયા બંધ, નાગરિકો ધક્કો મારી ખોલવા મજબૂર

21 May, 2019 11:43 AM IST  |  અમદાવાદ

અમદાવાદઃ BRTSના દરવાજા કામ કરતા થયા બંધ, નાગરિકો ધક્કો મારી ખોલવા મજબૂર

BRTSના મુસાફરો થઈ રહ્યા છે પરેશાન

બસ આવે ત્યારે જે દરવાજા ઓટોમેટિકલી ખુલવા જોઈએ તેને હવે પરાણે ખોલવા પડે છે. આ સ્થિતિ છે અમદાવાદની. સતત અવૉર્ડ જીતતી આવતી અમદાવાદની BRTSની આ હાલત છે. શહેરીજનો જેનો મોટા પ્રમાણમાં ટ્રાન્સપોર્ટમાં ઉપયોગ કરે છે તેના ઓટોમેટિક ડોર્સ ખરાબ થઈ ગયા છે.

BRTS સ્ટોપના દરવાજા ખરાબ થઈ ગયા હોવાના કારણે લોકોએ જ્યારે બસ આવે ત્યારે જાતે જ ધક્કા મારીને દરવાજા ખોલવા પડે છે. સ્વામીનારાયણ કોલેજ, ઝાંસી કી રાણી અને દાણીલિમડા એવા સ્ટોપ્સ છે જ્યાં દરવાજા કામ નથી કરી રહ્યા.

BRTSનો મોટા પ્રમાણમાં થાય છે ઉપયોગ
અમદાવાદમાં BRTSનો મોટા પ્રમાણમાં ટ્રાન્સપોર્ટેશનના માધ્યમ તરીકે ઉપયોગ થાય છે. રોજ લગભગ દોઢ લાખ લોકો તેનો ઉપયોગ કરે છે. અને શહેરમાં તેના 163 સ્ટોપ્સ છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં BRTS સાથે કાર અને એક્ટિવાનો અકસ્માત, બેનાં મોત

શું છે લોકોનું કહેવું?
દરવાજા ખરાબ થઈ જતા નાગરિકોને મુશ્કેલી પડી રહી છે. તેમના કહેવા પ્રમાણે આ સિસ્ટમનું સમય સમય પર મેઈનટેઈનન્સ થવું જોઈએ. જેથી પ્રવાસીઓને મુશ્કેલી ન પડે.

ahmedabad gujarat