અમદાવાદમાં BRTS સાથે કાર અને એક્ટિવાનો અકસ્માત, બેનાં મોત

Published: Jan 07, 2019, 13:00 IST | અમદાવાદ

અમદાવાદમાં બેફામ ચાલતી BRTSએ ફરી એકવાર કોઈનો ભોગ લીધો છે. રવિવારે મોડી રાત્રે થયેલા અકસ્માતમાં બે લોકોનાં મોત થયા.

ફરી એકવાર BRTSથી થયો અકસ્માત
ફરી એકવાર BRTSથી થયો અકસ્માત

રવિવારે રાત્રે શહેરના શાસ્ત્રીનગર BRTS સ્ટોપ પાસે BRTS, કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થતા બે લોકો મોતને ભેટ્યા છે. જ્યારે બે લોકોને ગંભીર ઈજા થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અકસ્માત  બાદ BRTSના ચાલક સામે ગુનો નોંધાયો છે.

અકસ્માત થયો તે સમયે ઘટનાસ્થળ પર હાજર લોકોનો દાવો છે કે ડ્રાઈવર નશાની હાલતમાં હતો જેના કારણે અકસ્માત સર્જાયો. જો કે અકસ્માત બાદ વાહનોની સ્થિતિને જોતા વાહનો ઑવર સ્પીડમાં હોવાનું અનુમાન છે. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ કરી રહી છે.

પણ વાંચોઃ રાજકોટ: ગુમ થયેલા કર્મચારી પર હુમલો કરવા બદલ ડોક્ટરની ધરપકડ


આ પહેલી વાર નથી કે BRTSના કારણે અકસ્માત થયો હોય. આ પહેલા પણ BRTS ચાલકની ભૂલના કારણે ગંભીર અકસ્માતની ઘટનાઓ સામે આવી ચુકી છે. જે બાદ BRTSના ડ્રાઈવર સામે કડક પગલાં લેવાની માંગણીઓ પણ ઉઠી ચુકી છે.

Loading...

Tags

gujarat
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK