ટ્રમ્પ ગાંધી આશ્રમ જશે, મોટેરામાં ચુસ્ત સુરક્ષા

11 February, 2020 10:27 AM IST  |  Ahmedabad

ટ્રમ્પ ગાંધી આશ્રમ જશે, મોટેરામાં ચુસ્ત સુરક્ષા

ડોનલ્ડ ટ્રમ્પ

ફેબ્રુઆરી મહિનાના અંતમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાની મુલાકાતે આવશે, જેને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યારથી જ ચુસ્ત સુરક્ષાવ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સ્ટેડિયમની અંદરના વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિને પાસ વિના પ્રવેશ આપવામાં આવતો નથી. તેમ જ જે રૂટ પરથી ડોનલ્ડ ટ્રમ્પ અને મોદી પસાર થવાના છે તે તમામ જગ્યાના રેસિડેન્ટ એરિયાનું સ્કેનિગ કરવામાં આવી રહ્યું છે. ભાટ રોડથી શરૂ કરીને સાબરમતી ટોલનાકા, પરિમલ અને કોટેશ્વરવાળો રોડ, મોટેરા ગામ અને સ્ટેડિયમ સહિત અંદાજે ૧૦ કિલોમીટર જેટલા વિસ્તારનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે.

મોદી-ટ્રમ્પની સંભવિત મુલાકાતને લઈ મ્યુનિસિપલ કમિશનરે મહત્વનો પરિપત્ર કરી કૉર્પોરેશનના વિવિધ વિભાગોના વડાઓને સોંપાઈ છે. આ પરિપત્રમાં કોઈ ચોક્કસ તારીખનો ઉલ્લેખ નથી. મોટેરા સ્ટેડિયમ ઉપરાંત ગાંધી આશ્રમનો પણ પરિપત્રમાં ઉલ્લેખ છે. આમ ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાત લેશે તે વાત પણ નક્કી થઈ ગઈ છે.

gujarat ahmedabad