ગુજરાત તરફ વધ્યું 'વાયુ'- અમિત શાહે બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક

11 June, 2019 05:20 PM IST  |  નવી દિલ્હી

ગુજરાત તરફ વધ્યું 'વાયુ'- અમિત શાહે બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક

અમિત શાહે બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક

અરબ સાગરમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનના કારણે વાયુ (Cyclonic Storm Vayu)એ ચક્રવાતનું રૂપ લીધું છે. હવામાન વિભાગ અનુસાર ચક્રવાતી તોફાન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને તે 13 જૂને સવારે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે ગુજરાતના કિનારાના વિસ્તારમાં ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે. વાવાઝોડાના કારણે 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સંભાવના છે. માનવામાં આવી રહ્યું છે તોફાન ચોમાસાની રફ્તાર પર પણ પ્રભાવ નાખી શકે છે. આ તોફાન સાથે લડવા માટે ગૃહમંત્રી અમિત શાહે એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી છે.


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે ચક્રવાતી તોફાન વાયુથી ઉત્પન્ન થયેલી સ્થિતિ સામે લડવા માટે સંબંધતિ રાજ્ય અને કેન્દ્રીય મંત્રાલયો અને એજન્સીઓની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી. ગૃહ મંત્રાલયના અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે આ સંભવિત તોફાનથી નાગરિકોને નુકસાન ન પહોંચે. 24 કલાક અધિકારી કંટ્રોલ રૂપમાં માધ્યમથી તોફાન પર સતત નજર રાખે. સાથે નેવી, સેના અને વાયુસેનાને હેલીકોપ્ટરથી સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ વેરાવળ-દીવ વચ્ચેથી 130 કિલોમીટરની ઝડપે પસાર થશે વાવાઝોડું

IMD અમદાવાદના નિર્દેશ જયંત સરકારે જણાવ્યું હતું કે આ તોફાન સૌરાષ્ટ્રની આસપાસથી પણ પસાર થઈ શકે છે. તમામ માછીમારોને 2 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. આ તોફાનના કારણે ગુજરાતમાં ચોમાસુ આવવામાં પણ થોડું મોડું થઈ શકે છે.

amit shah ahmedabad gujarat