સાવધાન! ફ્લૅટના પાર્કિંગમાં બેસીને વાતો કરતી આઠ મહિલાની ધરપકડ

31 March, 2020 03:02 PM IST  |  Ahmedabad | Agencies

સાવધાન! ફ્લૅટના પાર્કિંગમાં બેસીને વાતો કરતી આઠ મહિલાની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં ધીમે-ધીમે કોરોના વાઇરસનો ખતરો વધી રહ્યો છે. બીજી બાજુ પીએમ મોદીએ આખા દેશને લૉકડાઉન કર્યા પછી પણ લોકો સમજી રહ્યા નથી. ત્યારે કોરોનાને લઈને ગુજરાત માટે ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના ડીજી શિવાનંદ ઝાએ લૉકડાઉનને સફળ બનાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. લૉકડાઉન હોવા છતાં જે લોકો ઘરની બહાર નીકળે છે અને સોસાયટીઓમાં ટોળાં વળીને બેસી રહે છે તેમના પર અમદાવાદ પોલીસ ડ્રોન અને પૅટ્રોલિંગથી નજર રાખશે. એટલે અમદાવાદી મહિલાઓ સાવધાન થઈ જજો. ફ્લૅટના પાર્કિંગ કે સોસાયટીમાં ભેગા થઈ વાતો કરશો તો પણ પોલીસ ધરપકડ કરી લેશે.

આજની સ્થિતિની વાત કરીએ તો અમદાવાદની વસ્ત્રાપુર પોલીસે હવે શકમબા ટાવરમાં આવેલા પાર્કિંગમાં ભેગા મળી વાતો કરતી ૮ મહિલાઓની ધરપકડ કરી છે. પોલીસ કન્ટ્રોલ રૂમને મેસેજ મળતાં વસ્ત્રાપુર પોલીસ ટાવરમાં પહોંચી હતી. પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.

આ સિવાય અમદાવાદના વિવિધ પોલીસ-સ્ટેશનમાં જાહેરનામા ભંગના ૫૦થી વધુ ગુના નોંધાયા છે અને ૨૦૦થી વધુ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. ઘાટલોડિયા, સાબરમતી, વસ્ત્રાપુર, રાણીપ, નિકોલ, રામોલ, ગોમતીપુર, રખિયાલ, ઇસનપુર, પાલડી, સેટેલાઇટ, સરખેજ સહિતના કેટલાક વિસ્તારોમાં પણ ટોળાં કરીને ઊભેલા લોકો સામે કાર્યવાહી કરી છે.

gujarat ahmedabad coronavirus covid19