અમદાવાદઃ AMCએ વારસા સમાન મિલકતોની ઓળખ કરી શરૂ

20 May, 2019 03:56 PM IST  |  અમદાવાદ

અમદાવાદઃ AMCએ વારસા સમાન મિલકતોની ઓળખ કરી શરૂ

અમદાવાદઃ AMCએ વારસા સમાન મિલકતોની ઓળખ કરી શરૂ

શહેરના જ્યારે યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળી ચુક્યો છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા પણ તેને જાળવવા માટે સજ્જ થઈ રહી છે. મનપાએ હવે હેરિટેજ સમાન ઈમારતોની ઓળખ કરવાની અને તેની જાળવણી માટે પગલા લેવાની શરૂઆત કરી છે.

AMCના હેરિટેજ સેલએ હેરિટેજ પ્રોપર્ટીની ઓળખ કરવાની શરૂઆત કરી દીધી છે. શહેરની પ્રતિષ્ઠિત આર્કિટેક્ચર ફર્મ અને સંસ્થાઓએ સાથે મળીને શહેરના શાહપુર, કાલુપુર, દરિયાપુર અને ખાડિયા જેવા વિસ્તારમાં આવેલા જૂના મકાનોની ઓળખ કરી છે. જેમની જાળવણી કરવાની જરૂર છે. જેમાં વિદ્યાર્થીઓને પણ સામેલ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ એક્શનમાં AMC: વેપારીઓ પાસેથી 100 કિલો પ્લાસ્ટિક કર્યું જપ્ત

આવી ઈમારતોના માલિકોને પણ આ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવી રહ્યા છે. જેથી તેમના સમારકામની પ્રક્રિયામાં તેમનો સાથે મળી શકે. આ માટે તમામ બાબતોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ઈમારતોનું સ્ટ્રક્ચર, દીવાલોની જાડાઈ, રૂમના એન્ગલ અને માપ જેવી બાબતો ધ્યાનમાં લેવામાં આવી રહી છે.

ahmedabad gujarat