અમદાવાદઃ ફાયનાન્સ કંપનીમાં થઈ 2.32 કરોડ રૂપિયાની ચોરી

14 June, 2019 02:28 PM IST  |  અમદાવાદ

અમદાવાદઃ ફાયનાન્સ કંપનીમાં થઈ 2.32 કરોડ રૂપિયાની ચોરી

ફાયનાન્સ કંપનીમાં થઈ 2.32 કરોડ રૂપિયાની ચોરી

નાના ચીલોડાના શ્યામ શરણ રેસીડેન્સીમાં રહેતા દીપા આહુજાએ રાણીપના અમીધર બારોટ સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે. અમીધર દીપા આહુજાની ફાયનાન્સ કંપનીમાં મેનેજર હતા. અમીધર સામે આરોપ છે કે તેણે 593 સોનાના પેકેટ ચોર્યા છે. જેમાં 14, 047.92 ગ્રામ સોનું હતું. જેની કિંમત 2 કરોડ 32 લાખથી વધુ થાય છે. તેણે મેઘાણીનગરમાં પોતાના વૉલ્ટમાં આ સોનું રાખ્યું હતું. આ ફરિયાદ બુધવારે દાખલ કરવામાં આવી હતી. પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને આરોપીની શોધખોળ કરી રહી છે.

ફરિયાદ પ્રમાણે, આહુજા ફાયનાન્સ કંપની ચલાવે છે જે સોના સામે લોન આપે છે. જેમની મુખ્ય ઑફિસ કેરાલામાં છે. બુધવારે સવારે 9 વાગ્યા આસપાસ આહુજા અને શિલ્પા, કે જે ઑફિસમાં કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટીવ હતા, તેમણે ઑફિસ ખોલી ત્યારે ખબર પડી કે લાઈટ ચાલુ હતી અને એક વૉલ્ટ ખુલ્લી હતી. ફરિયાદમાં ઉલ્લેખ હતો તે પ્રમાણે ચાવીઓ ટેબલ પર પડી હતી.

આ પણ વાંચોઃ ગુજરાત હાઇ કોર્ટે સુરત તક્ષશિલા આગકાંડમાં ગુજરાત સરકારને નોટિસ ફટકારી

તેમણે તરત જ મેનેજરને ફોન કર્યો, પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. જે બાદ તેમણે કેરાલામાં હેડ ઓફિસમાં જાણ કરી. ફરિયાદ પ્રમાણે બારોટ ઓફિસમાં એક બેગ સાથે આવ્યો હતો અને તે બેગ સાથે સાંજે નીકળી ગયો. મેઘાણીનગર પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મેનેજર તેને રહેઠાણથી જ ગાયબ છે.

ahmedabad gujarat