Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાત હાઇ કોર્ટે સુરત તક્ષશિલા આગકાંડમાં ગુજરાત સરકારને નોટિસ ફટકારી

ગુજરાત હાઇ કોર્ટે સુરત તક્ષશિલા આગકાંડમાં ગુજરાત સરકારને નોટિસ ફટકારી

14 June, 2019 12:48 PM IST |

ગુજરાત હાઇ કોર્ટે સુરત તક્ષશિલા આગકાંડમાં ગુજરાત સરકારને નોટિસ ફટકારી

તક્ષશિલા કોમ્પ્લેક્ષણાં આગના કારણે 22 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો

તક્ષશિલા કોમ્પ્લેક્ષણાં આગના કારણે 22 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો


સુરતમાં તક્ષશિલા કોમ્પેક્ષમાં લાગેલી ભયાનક આગમાં 22થી વધુ બાળકોના મોત થયા હતા. આ કેસમાં ગુજરાત હાઇકોર્ટ કડક વલણ દાખવ્યું હતું અને ગુજરાત સરકારને નોટીસ ફટકારી દીધી છે. સુરતમાં લાગેલી આગના પગલે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવી હતી જેના કારણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. અગ્નિ સલામતીના નિયમોના સખત અમલ અને તેનું અમલ ન કરનારા વિરુદ્ધ પગલાં લેવા મામલે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 24મેના સુરતના તક્ષશિલા કોમ્પલેક્ષમાં આગ લાગી હતી. આ આગના કારણે 22 વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

હાઈકોર્ટ દ્વારા ગૃહખાતાના મુખ્ય સેક્રેટરી, સ્ટેટ યુનિયન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ, સુરત મ્યુનિસિપલ કમિશનર, સુરતના ચીફ ફાયર અધિકારી, સુરત પોલીસ કમિશનર, દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ અને સરથાના પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટરને નોટિસ મોકલવામાં આવી છે. આ પીઆઈએલની સુનાવણી 27 જૂનના થશે.




અડાજણના રહેવાસી સંજીલ ભાર્ગવ અને તેમના વકીલ વિશાલે દુકાનદારોના ઈન્સ્યોરન્સ કવરને લઈને હાઈકોર્ટમાં પીઆઈએલ કરી હતી. આ સિવાય તમામ શોપિંગ કોમ્પલેક્ષ, બિલ્ડીંગ, મોલ, બેન્કવિટ, કોચિંગ ક્લાસિસ અને સ્કૂલમાં ફાયર ઈન્સ્યોરન્સ ફરજીયાત કરવાની માગ કરી હતી. પીઆઈએલમાં ફાયર ઈન્સ્યોરન્સને લઈને કડક નિયમ બનાવવાની સૂચના કરવામાં આવી હતી અને ફાયર સેફ્ટીના નિયમોના ભંગ કરનારનું લાયસન્સ રદ્દ કરવાની વાત પણ કરી હતી.

આ પણ વાંચો: ગુજરાતના 10 હજાર પરિક્ષાર્થીઓ પરીણામથી નાખુશ, પેપર રી-ચેક કરવા અરજી કરી


બુધવારે હાઈકોર્ટે સુરત આગની તપાસ મામલે લેવાયેલા પગલાની વિસ્તૃત તપાસ રિપોર્ટ જમા કરાવવા કહ્યું છે. ગુજરાત સરકારે આ રિપોર્ટ 24 જુલાઈ પહેલા જમા કરાવવાનો રહેશે. જયસુખ ગજેરાની પીઆઈએલ સામે હાઈકોર્ટ દ્વારા ગુજરાત સરકારને ઓર્ડર આપવામાં આવ્યો હતો. જયસુખ ગજેરા 17 વર્ષીય વિદ્યાર્થીના પિતા છે જેણે કોમ્પલેક્ષમાં લાગેલી આગના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ મામલે આગલી સુનવણી 25 જુલાઈએ થશે

Whatsapp-channel Whatsapp-channel

14 June, 2019 12:48 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK