નીટના પરીક્ષાર્થીઓની આતુરતાનો અંત, રાજ્યનું 46.35 ટકા પરિણામ

06 June, 2019 11:53 AM IST  |  સુરત

નીટના પરીક્ષાર્થીઓની આતુરતાનો અંત, રાજ્યનું 46.35 ટકા પરિણામ

શ્રેયા ગાબાણી

એનઈઈટી (નીટ)ની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં પરીક્ષાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. મેડિકલ અને ડેન્ટલ માટે લેવાતી નીટની પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓનું પરિણામ ધાર્યા કરતાં નબળું આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં ૪૬.૩૫ ટકા, જ્યારે સમગ્ર દેશનું ૫૬.૨૭ ટકા પરિણામ જાહેર થયું છે. નીટની પરીક્ષામાં ગુજરાતમાંથી કુલ ૩૫,૧૭૭ વિદ્યાર્થીઓ ક્વૉલિફાઇડ થયા છે. જોકે ગયા વર્ષ કરતાં આ વર્ષે પરિણામમાં થોડો સુધારો નોંધાયો છે.

જોકે ધાર્યા કરતાં ઓછું પરિણામ આવતાં વિદ્યાર્થીઓની સાથે વાલીઓને પણ નિરાશા સાંપડી છે. જોકે નૅશનલ લેવલની આ પરીક્ષામાં અમદાવાદના રવિ માખેજાએ ઑલ ઇન્ડિયામાં ૧૪મો ક્રમાંક મેળવ્યો છે. રવિએ ૭૦૦માંથી ૬૯૦ માર્ક્સ મેળવ્યા છે.

આ પણ વાંચો : ઉત્તર ગુજરાતમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ: ગાંધીનગર પણ ધ્રૂજી ઊઠ્યું

નીટની પરીક્ષાના પરિણામમાં ગુજરાતના માત્ર ૪૬ ટકા વિદ્યાર્થીઓ ક્વૉલિફાય થઈ શક્યા છે. સુરત શહેરમાં શ્રેયા ગાબાણીએ બાજી મારી છે અને સમગ્ર શહેરમાં તેણે પ્રથમ સ્થાન મેળવ્યું છે. શ્રેયાએ કુલ ૬૮૫ માર્ક્સ સાથે એઆઇઆર ૬૮ મેળવ્યું છે. શ્રેયાની આ સફળતાથી પરિવારજનો સહિત મિત્રો તથા સગાંસંબંધીઓમાં આનંદનું મોજું ફરી વળ્યું છે.

gujarat surat