બાલદીઓ ભરીને તૈયાર રાખજો, 28મીએ સુરતના 70 ટકા વિસ્તારમાં પાણીકાપ મુકાશે

26 February, 2020 07:43 AM IST  |  Surat

બાલદીઓ ભરીને તૈયાર રાખજો, 28મીએ સુરતના 70 ટકા વિસ્તારમાં પાણીકાપ મુકાશે

પ્રતીકાત્મક તસવીર

સુરતવાસીઓ માટે ખૂબ જ અગત્યના સમાચાર છે. સુરતના મોટા ભાગના વિસ્તારોને ૨૮ ફેબ્રુઆરીએ પાણી આપવામાં નહીં આવે. વરાછામાં આવેલી વર્ષો જૂની પાણીની લાઇન બદલવાની ચાલતી કામગીરીને કારણે સુરતવાસીઓને પાણી આપવામાં નહીં આવે. સુરતના ૭૦ ટકા વિસ્તારમાં પાણીકાપ કરવામાં આવ્યો છે. પાણીકાપની આ અસર સુરતમાં રહેતા ૪૦ લાખ લોકોને થશે.

આ પણ વાંચો : આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ

સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા હાલ વર્ષો જૂની પાણીની પાઇપલાઇન બદલીને નવી પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. નવી પાઇપલાઇનના જોડાણની કામગીરીને કારણે આ પાણીકાપનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૪૦-૫૦ વર્ષ જૂની આ પાઇપલાઇનો બદલવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે, જેને કારણે હેડ વૉટર વર્ક્સ, સરથાણા વૉટર વર્ક્સ, ઉમરવાડા જળવિતરણ મથક, કતારગામ, સીંગણપોર, ખટોદરા, અઠવા, ઉધના ચીકુવાડી, ઉધના સંઘ, અલથાણ, ભીમરાડ, ડુંભાલ, વેસુ, કિન્નરી સહિતના જળવિતરણ મથક ખાતેથી શહેરમાં પહોંચાડવામાં આવતો પાણી પુરવઠો નહીંવત મળે, જ્યારે ૨૯મીએ ઓછા પ્રેશરથી મળે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

gujarat surat