સિવિલ હૉસ્પિટલમાં નવજાત શિશુનાં મોતનો સિલસિલો યથાવત, વધુ 4નાં મોત

08 January, 2020 12:19 PM IST  |  Rajkot

સિવિલ હૉસ્પિટલમાં નવજાત શિશુનાં મોતનો સિલસિલો યથાવત, વધુ 4નાં મોત

પ્રતીકાત્મક તસવીર

રાજસ્થાન બાદ ગુજરાતમાં બાળકોના મૃત્યુના આંકડા સામે આવતા સરકારની આરોગ્ય સેવાઓની ડંફાસોની પોલ ખૂલી જવા પામી છે. છેલ્લા ૧૦ મહિનામાં રાજ્યમાં ૧૫,૧૧૭ બાળકોનાં મૃત્યુ થયાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે અને આ આંકડો ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયેલો આંકડો છે. ગુજરાત જેવા વિકાસશીલ, પ્રગતિશિલ અને વાઇબ્રન્ટ ગણાતા રાજ્ય માટે આ અત્યંત દુઃખદ અને શરમજનક આંકડો કહેવાય. રાજ્ય સરકાનું આરોગ્યની સેવાઓ માટેનું રૂપિયા ૧૧ હજાર કરોડનું બજેટ બાળકોને જીવનદાન આપવામાં નિષ્ફળ ગયું છે. શહેરી વિસ્તાર હોય કે હોય ગ્રામીણ વિસ્તાર બાળકોના મૃત્યુ રોકવામાં સમગ્ર આરોગ્ય વિભાગ ફેલ ગયું હોવાનું આ આંકડાઓ પરથી સ્પષ્ટ જણાઈ આવે છે.

ત્યાં જ રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં નવજાત શિશુને મોતનો સિલસિલો યથાવત છે. રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં કે. ટી. ચિલ્ડ્રન હૉસ્પિટલમાં છેલ્લા ૧૨ કલાકમાં ૪ શ‌િશુઓનાં મોત નીપજ્યાં છે અને વધુ બે બાળકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આથી બાળકોનાં મોતનો સિલસિલો યથાવત છે. કોઈ અન‌િચ્છનીય બનાવ ન બને એ માટે હૉસ્પિટલની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

gujarat ahmedabad rajkot